Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિર્માણ કરનારાઓ, ગણેશ મંડળો તથા લોકોને
જામનગર તા. ૬ઃ આગામી ગણેશ મહોત્સવને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાએ અખબારી યાદી પ્રસિદ્ધ કરી ભગવાન ગણેશજીની મૂર્તિ ગારા, માટીમાંથી બનાવવા સૂચના આપવામાં આવી છે.
ફોરેસ્ટ એન્ડ એનવાયરમેન્ટ વિભાગ ગુજરાત, તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના હુકમ તથા નિયમ મુજબ ગણેશજીની મૂર્તિનું નિર્માણ કરનારાઓએ નિયમોનું પાલન કરવાનું રહેશે. જેમાં મૂર્તિ પાણીમાં ઓગળી જાય તે પ્રકારની પરંપરાગત માટી/ગારામાંથી બનાવવાની રહેશે.
કલરકામમાં ઝેરી રસાયણ યુકત (ટોકસિન) ન હોય અને વાતાવરણને પ્રદુષિત ન કરે તેમજ પાણી, જમીનને નુકસાન ન હોય (બાયો ડીગ્રેબલ) તેવા કલરનો ઉપયોગ કરવાનો રહેશે. મૂર્તિ બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરીસ, પ્લાસ્ટિક કે થર્મોકોલનો ઉપયોગ કરવાનો રહેશે નહીં.
આ મૂર્તિના કલરકામ શણગારમાં ટોકસિન અને નોન ડિગ્રેબલ કેમીકલ ડાઈનો ઉપયોગ કરવો નહીં.
ગણેશની મૂર્તિની સ્થાપના કરતા પંડાલો-આયોજક-મંડળ વગેરેએ પ્રતિબંધિત વસ્તુમાંથી બનેલી મૂર્તિની ખરીદી કરવી નહીં.અને સ્થાપના કરવી નહીં જેના કસુરના કિસ્સામાં આવી મૂર્તિઓ મહાનગર પાલિકા દ્વારા જપ્ત કરી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમ મ્યુનિ. કમિશનરએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial