Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હડિયાણાની માધ્યમિક હાઈસ્કૂલનું ગૌરવઃ
હડિયાણા તા. ૬ઃ ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક હાઈસ્કૂલ હડિયાણાના મેદાનમાં તાલુકાકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મા. હાઈસ્કૂલ હડિયાણાના ધો.૯ અને ૧૦ના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
જેમાં અન્ડર-૧૪ બહેનોમાં ઈસરાણી અપ્સરાએ ૨૦૦ મી. દોડમાં, ભુરીયા કવિતાએ ૪૦૦ મી. દોડમાં, કાનાણી ધાર્મીબેન અને પરમાર શ્રુતિબેને ચક્રફેંકમાં તથા અન્ડર-૧૪ (ભાઈઓ)માં ચમડીયા રીઝવાને લાંબી કૂદમાં અને મકવાણા મીહિરે ગોળાફેંક-ચક્રફેંકમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
અન્ડર-૧૭ (બહેનો)માં ઝાપડા બિંદીયાએ ૧૫૦૦ મી. દોડમાં, નકુમ ઋત્વિબેને ગોળાફેંક-ચક્રફેંકમાં રાઠોડ રસીલાબેન બરછી ફેંકમાં અન્ડર-૧૭ (ભાઈઓ)માં ભુરીયા પરેશે લાંબી કૂદ-ગોળાફેંકમાં કુબાવત વૈભવે ૧૦૦ મી. દોડમાં, વસુનીયા દિનેશે ૪૦૦ મી. દોડમાં તેમજ અન્ડર-૧૯ (ભાઈઓ)માં મકવાણા નાગજીએ લાંબીકૂદ, ગોળાફેંકમાં પરમાર વિશ્વજીતે ૧૫૦૦ મી. દોડ અને ચાવડા સેજાને ૩૦૦ મી. દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળા, ગામનું ગૌરવ વધાર્યું છે.
આ ઉપરાંત હડિયાણાની મા. હાઈસ્કૂલના મેદાનમાં જિલ્લાકક્ષાની આર્ચરી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં અન્ડર-૧૪, ૧૭ અને ૧૯માં ભાઈઓએ તથા અન્ડર-૧૪માં બહેનોએ જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીઓને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial