Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે ખાસ રથમાં શ્રીકૃષ્ણ કરશે નગરભ્રમણઃ
જામનગર તા. ૬ઃ જામનગરના પ નવનતપુરી ધામ ખીજડા મંદિરના આચાર્ય કૃષ્ણમણિજી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ જામનગરમાં આવતીકાલે તા. ૭-૯-ર૦ર૩ ના દિને જન્માષ્ટમી મહાપર્વ નિમિત્તે શ્રીકૃષ્ણ સાર્વજનિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાના રૃટ ઉપર ૧ર સ્થળોએ મટકીફોડના કાર્યક્રમ યોજાશે. શોભાયાત્રામાં ર૩ થી વધુ ફ્લોટ્સ જોડાશે. તેમજ બજરંગ દળ દ્વારા વિ.હિ.પ.ના સ્થાપના દિને રરપ યુવાનોને તા. ૭/૯ ના સમયે ૮-૩૦ વાગ્યે ખીજડા મંદિરમાં ત્રિશૂલ દીક્ષા અપાશે. ત્યારપછી મુખ્ય રથમાં શ્રીકૃષ્ણ ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાનું સ્થાપન પૂજન કરી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં શ્રી પ નવતનપુરી ધામ-ખીજડા મંદિર ટ્રસ્ટ, શ્રી આણદાબાવા સેવા સંસ્થા, મોટી હવેલી, વ્રજ વલ્લભ સોશિયલ ગ્રુપ શ્રી ગાયત્રી શક્તિ પીઠ, પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સંસ્થા, ખોડલધામ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ-નાઘેડી, વિશ્વ હિન્દુ પરિષદ, ઓમ યુવક મંડળ, પ્રણામી ગ્લોબલ સ્કૂલ, હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, હરિદાસ (બાબુભાઈ) જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, લેઉવા પટેલ સેવા સમાજ, ભાટિયા સમાજ, નવાનગર સેવા સંસ્થા, યોગેશ્વર મહિલા મંડળ-ગાંધીનગર સહિતની સંસ્થાઓ પોતાના ધાર્મિક ફ્લોટ્સો સાથે શોભાયાત્રામાં જોડાવાની છે.
આ શોભાયાત્રા ખીજડા મંદિરથી પ્રસ્થાન કરી હવાઈચોક પહોંચશે. ત્યાં ધર્મધ્વજા ફરકાવવામાં આવશે. સેન્ટ્રલ બેંક રોડ, દરબારગઢ, ચાંદીબજાર, સજુબા સ્કૂલ, રણજીત રોડ, બેડીગેઈટ, પંચેશ્વર ટાવર થઈ હવાઈચોકમાં સંપન્ન થશે.
ભગવાન શ્રીકૃષ્ણજીને બિરાજમાન કરી નગર ભ્રમણ થવાનો છે, તે રથનું આજે શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય જગદ્ગુરુ શ્રી કૃષ્ણમણિજી મહારાજ, સ્વામી શ્રી લક્ષ્મણદેવજી મહારાજ, શ્રીકૃષ્ણ જનમાષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરિયા, ભીમશીભાઈ પીઠિયા, વિશ્વ હિન્દુ પરિષદના જામનગર વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, નવતનપુરી ધામ ખીજડા મંદિરના ટ્રસ્ટી મનસુખભાઈ સંઘાણી સહિતના અગ્રણીઓ દ્વારા ખીજડા મંદિરમાં નિરીક્ષણ કરીને તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આવતીકાલે નીકળનાર શ્રીકૃષ્ણ જન્મની સાર્વજનિક શોભાયાત્રામાં સૌ નગરજનોને અને ધર્મ પ્રેમીઓને ઉપસ્થિત રહેવા શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરના આચાર્યશ્રી ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજ અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા ખાસ અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial