Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ₹ ૩.૯ર કરોડના જંગી ખર્ચા મંજૂર થતા ચર્ચા જાગી
જામનગર તા. ૬ઃ કેન્દ્ર સરકાર પ્રેરીત પીએમઈ બસ સેવા તથા રાજય સરકારની સ્ટેટ લેવલ સ્ટીયરીંગ કમિટી મારફત રાજય સરકારની સહાય સાથે પ૦ ઈલેક્ટ્રીક બસ જામનગરમાં ફાળવવા અંગે આજે સ્ટેન્ડીંગ કમિટીએ સૌદ્ધાંતિક સ્વીકાર કર્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે મનીષ કટારીયાના અધ્યક્ષસ્થાને મળી હતી. વર્તમાન શાસકોની આજની છેલ્લી બેઠકમાં ઉઠતી બજારે રૃા. ૩ કરોડ ૯ર લાખના જંગી ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
જેમાં શહેરને પ૦ ઈલેક્ટ્રીક બસ ફાળવવાની દરખાસ્તનો સૌદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટર પેઢી બસ ખરીદશે અને તેના સંચાલન માટે સરકાર સહાય ચૂકવશે. જ્યારે પોલીસ હેડ ક્વાટર્સ પાછળના વિસ્તારમાં બનતા આવાસના સરકારી જગ્યાની સફાઈ માટે રૃા. ર૦ લાખ ૭ હજારનો મસમોટો શંકાસ્પદ ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. આ સ્થળે છ માસથી તો બાંધકામ ચાલુ છે. આ ખર્ચ તો તે સમય પહેલાનો છે, પરંતુ મસમોટો ખર્ચ મંજૂર કરવા ચર્ચા વિચારણા ચાલતી હતી અને આ ફાઈલ પેન્ડીંગ પડી હતી આખરે ઉઠતી બજારે આ ખર્ચ મંજુર કરી નાખવામાં આવ્યો છે. જમીનમાંથી કેરણ, કચરો ઉપાડવા એટલે કે જમીનના પ્લોટની સફાઈ માટે ર૦ લાખ રૃપિયાનો ખર્ચ થાય ખરો ? તેવી ચર્ચા જાગી છે.
ખાનગી સોસાયટીને સફાઈ માટે રૃા. ૩ લાખ ૩૬ હજાર, વોર્ડ નં. પ,૯,૧૩ અને ૧૪ માં ગાર્ડન શાખાના કામ માટે ૩ લાખ, વોર્ડ નંબર ૧ થી ૮ માટે ભૂગર્ભ ગટરના કામ માટે રૃા. ૬૮.૦૮ લાખ તથા વોર્ડ નંબર ૯ થી ૧૬ માટે ભૂગર્ભ ગટરના કામ માટે રૃા. ૬પ.૩૬ લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.
ખીજડીયા, પમ્પ હાઉસ, જ્ઞાનગંગા ફિલ્ટર પ્લાન્ટ, અને ઉંડ-૧, સસોઈ, આજી-૩ ડેમ સાઈટ ઉપર માનવ શક્તિ પૂરી પાડી ઓપરેન્સ અને મેન્ટન વિગેરે માટે બે વર્ષનો રૃા. ર કરોડ ૩૩ લાખનો અધધ ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.
ટીટોડી વાડી પાછળથી ઘાંચીની ખડકી સુધીના ર૪ મી પહોળા ડી.પી. રોડ અમલીકરણ માટે ચેરમેનની વરણી પછી રૃબરૃ સાંભળવાનો નિર્ણય લેવાયો હતો.
આમ આજની બેઠકમાં ૩ કરોડ ૯ર લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial