Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર્શનાર્થીઓની સુવિધા માટે ભરવામાં આવ્યા પગલાંઃ
ખંભાળિયા તા. ૬ઃ દ્વારકામાં આવતીકાલે જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી થવાની છે ત્યારે દૂર-સુ-દૂરથી દર્શનાર્થે આવતા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે અને કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાયેલી રહે તે માટે જિલ્લા પોલીસતંત્ર દ્વારા ચાંપતા પગલાં ભરવામાં આવ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણીના સંદર્ભમાં દેવસ્થાન સમિતિના વડા તથા જિલ્લા કલેક્ટર અશોકકુમાર શર્મા તથા પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા દ્વારા વ્યવસ્થા ગોઠવાઈ છે. તો જન્માષ્ટમી તહેવારોમાં આવનારા લાખો શ્રદ્ધાળુ ભાવિકો, દર્શનાર્થીઓ માટે ચુસ્ત બંદોબસ્ત સાથેની વ્યવસ્થા પણ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની આગેવાનીમાં ૬ ડીવાયએસપી, ૧૮ પોલીસ ઈન્સ્પેક્ટર, ૬૩ પોલીસ સબ ઈન્સ્પેક્ટર, પોલીસ કોન્સ., જીઆઈડી હોમગાર્ડઝ જવાનો સાથે ૧૬૦૦ પોલીસકર્મીઓની ટીમો બનાવીને વ્યવસ્થા કરવામાં આવી છે. સીસીટીવી માટે બે કંટ્રોલ રૃમોમાંથી સતત મોનીટરીંગ થશે તથા કમ્પલેઈન માટે સ્થળ પર એફઆરઆઈની વ્યવસ્થા ભાવિકોની સગવડતા માટે શી ટીમ એક કિ.મી.ની ત્રિજ્યામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ, પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરીને અલગ અલગ હોટલ, રેસ્ટોરન્ટ, જાહેર સ્થળો પર ક્યુઆર કોડ દ્વારા તમામ માહિતી મળે તેવી વ્યવસ્થા શહેર તથા હાઈવે, મંદિરમાં અલગ અલગ ટીમો દ્વારા બંદોબસ્તની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. લોકો શાંતિથી તથા સારી રીતે તકલીફ વગર દર્શન કરે તથા ખોટી ભીડ ન થાય, ખિસ્સા કાતરૃ કમાલ ન કરે તેની પણ ખાસ વ્યવસ્થા રખાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial