Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેચ જીતવાની અને સુપર ફોરમાં પ્રવેશવાની અફઘાનની આશા અધુરી રહી...!
લાહોર તા. ૬ઃ એશિયા કપ-ર૦ર૩ નો શ્રીલંકા અને અફઘાનીસ્તાન વચ્ચેનો લીગ મેચ ભારે રોમાંચક અને અત્યંત રસાકસીપૂર્ણ બન્યો હતો. અફઘાનિસ્તાનની મેચ જીતવા સાથે સુપર ફોરમાં પ્રવેશની આશા પર પાણી ફરી વળ્યું હતુ અને તેનો બે રનથી પરાજ્ય થયો હતો.
શ્રીલંકાના નિર્ધારિત પ૦ ઓવરમાં ર૯૧ રન થયા હતાં. જેના જવાબમાં અફઘાનિસ્તાન ૩૮.૧ ઓવરમાં ર૯ર રનનું લક્ષ્યાંક સિદ્ધ કરી સુપર ફોરમાં પ્રવેશ કરી શકે તેવું ગણિત સામે આવ્યું હતું.
અફઘાનિસ્તાનની પ્રથમ ત્રણ વિકેટો માત્ર પ૦ રનમાં પડી ગઈ હતી. પણ ત્યારપછી મોહમદ નબીએ માત્ર ૩ર દડામાં પાંચ છગ્ગા અને છ ચોગ્ગા સાથે ૬પ રન ફટકારતા મેચ રોમાંચક સ્થિતિમાં આવી ગયો હતો. અફઘાનિસ્તાન કેપ્ટન શહીદીએ પ૯ રન કર્યા હતાં. છેલ્લે મેચ જીતવા અને ૩૮.૧ ઓવરમાં ર૯ર રન કરવા સમયે જ ર૭૬ રને આઠમી ર૮૯ રને નવમી અને ર૮૯ રને અંતિમ વિકેટ પડી જતાં શ્રીલંકાનો હાશકારા સાથે વિજય થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial