Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલ્લાને વધુ સબડિવિઝન આપોઃ
જામનગર તા. ૬ઃ જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને જિ.પં.ના પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડે રાજ્યના ઊર્જા મંત્રીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી ધ્રોળ પીજીવીસીએલના રૃરલ સબ ડિવિઝનનું બાયફરગેશન કરી ફલ્લામાં નવું સબ સ્ટેશન બનાવવા રજૂઆત કરી છે.
આ ડિવિઝન હેઠળ પડધરી, ધ્રોળ, જોડિયા તથા જામનગર તાલુકાના પ૩ ગામો આવેલ છે. આ સબ ડિવિઝન નીચે ૬૬ કે.વી.ના ૧૦ સબ સ્ટેશન તથા પ૦ થી વધારે ફીડરો આવેલા છે. તેમજ એજીના ર૬,૦૦૦ થી વધારે ગ્રાહકો છે તેમાં વાડી વિસ્તારના ૧૧,૦૦૦ થી વધારે ગ્રાહકો આવેલા છે અને આ સબ ડિવિઝનમાં પ૦૦ ચોરસ સ્ક્વેર કિલોમીટરથી વધારે વિસ્તાર છે. આ ડિવિઝન નીચે ટેકનિકલ સ્ટાફની સંખ્યા માત્ર ૩૦ જેટલી જ છે. ઉપરોક્ત કારણોને લીધે આ સબ ડિવિઝનમાં ખૂબ મોટો વિસ્તાર અને વધારે ગ્રાહકો હોવાથી આ સબ ડિવિઝનમાં આવતા તમામ ગ્રાહકોમાં અને ખાસ કરીને ખેડૂત ગ્રાહકોને વાડી વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં વોલ્ટેજ વીજળી મળતી નથી અને વારંવાર ટેકનિકલ ફોલ્ટ થવાથી આ સબ ડિવિઝન લાંબો વિસ્તાર હોવાથી સમયસર ફોલ્ટ રીપેરીંગ થતું નથી અને ખેડુતોને પૂરતા ૮ કલાક પણ વીજળછી મળતી નથી અને વારંવાર વીજ ફોલ્ટ થવાથી કટકે-કટકે માંડ પ કે ૬ કલાક વીજળી મળે છે. વારંવાર વીજ ફોલ્ટના કારણે ટ્રાન્સફોર્મર (ટી.સી.) બળી જાય છે, જ્યારે કોઈ ખેડૂત વીજ ગ્રાહકનું ટ્રાન્સફોર્મર બળી જાય ત્યારે આઠથી દિવસે ખેડૂતને ટ્રાન્સફોર્મર મળે છે જેના કારણે ખેડૂતોનો મહામુલો પાક પાણી વગર સૂકાઈ કે બળી જવાથી ખેડૂતને ખૂબ જ આર્થિક નુક્સાન ભોગવવું પડે છે સાથે પૂરતા પ્રમાણમાં વોલ્ટેજ ન મળવાના કારણે સબ મર્શિબલ પંપ, સ્ટાર્ટર, કેબલ તથા ફ્યુઝ જેવી મોંઘી વસ્તુઓ બળછી જવાથી ખેડૂત આર્થિક નુક્સાનીનો ભોગ બને છે અને પાયમાલ થાય છે.
આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને દેશની મોટાભાગની આર્થિક વ્યવસ્થા ખેતી ઉપર નિર્ભર છે ત્યારે જો દેશ માટે અનાજ પકવતો જગતના તાતને પીજીવીસીએલ તરફથી યોગ્ય સર્વિસ ન મળવાથી અને સમયસર તેની સમસ્યાનો નિકાલ ન થવાથી તે નિરાધાર બની જાય છે તેથી જો ધ્રોળ રૃરલ સબડિવિઝનને બાયફોર્ગેસન કરી ફલ્લા ગામે નવું સબડિવિઝન બનાવવામાં આવે તો ધ્રોળ રૃરલ સબડિવિઝનને અડધા જેટલા ગ્રાહકો તથા અડધો કાર્યભાર ઓછો થય જાય અને ફલ્લા તથા આજુબાજુના તમામ ગામોનો બેંક વહીવટ તથા માલસામાન ખરીદી ફલ્લા સાથે જોડાયેલ હોવાથી તેમને નજીક પડે તેથી વહીવટી પ્રક્રિયા ફલ્લા સબડિવિઝન સાથે સરળ રહેશે તેથી ધ્રોળ રૃરલ સબડિવિઝનને બાયફરગેસન કરી ફલ્લા ગામે નવું સબડિવિઝન બનાવવા ખેડૂતો વતી રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial