Advertisement
Author: નોબત સમાચાર

યુવતીએ લેખિતમાં ત્રિપલ તલ્લાક આપી દેનાર પતિ સામે નોંધાવી ફરિયાદ

જુનાગઢના યુવક સામે પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરીઃ

જામનગર તા. ૬ઃ ધ્રોલની એક યુવતીના પોણા બે વર્ષ પહેલા જુનાગઢના યુવક સાથે નિકાહ થયા પછી આ યુવકે લખીને ત્રણ વખત તલ્લાક આપી દેતાં હાલમાં પિયર પરત ફરેલા આ યુવતીએ પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્રિપલ તલ્લાક અંગેના કાયદાનું ઘડતર થયા પછી આ પ્રકારનો સંભવિતઃ પ્રથમ કિસ્સો પોલીસ દફતરે નોંધાયો છે. પોલીસે મુસ્લિમ સ્ત્રીઓના નિકાહના હક્કના રક્ષણ માટેના અધિનિયમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ધ્રોલની રઝવી સોસાયટી માં રહેતા હીનાબેન યુસુફભાઈ પોપટપોત્રા (ઉ.વ.૨૬)ના નિકાહ જુનાગઢના કુદુશભાઈ મામદભાઈ ખાણીયા સાથે થયા પછી આ મેમણ યુવતીને પતિ કુદુશે લેખિતમાં ત્રણ તલ્લાક આપી દઈ નિકાહના હક્કો પુરા થયાનું જણાવી દેતા આ મામલો પોલીસમાં પહોંચ્યો છે.

જુનાગઢના જાલપા રોડ પર રહેતા કુદુશ ખાણીયાએ ગયા વર્ષના જાન્યુઆરી મહિનામાં હીનાબેન સાથે નિકાહ કર્યા પછી ચાલુ વર્ષના જુલાઈ મહિનામાં લેખિતમાં તલ્લાક આપી દીધા છે. આથી પિયર પરત ફરેલા હીનાબેને ગઈકાલે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ વખત બોલીને કે લખીને મુસ્લિમ મહિલાને તલ્લાક આપી શકવા સામે કાયદો બન્યા પછી આ રીતે ત્રિપલ તલ્લાકનો પ્રથમ કિસ્સો જામનગર જિલ્લામાં નોંધાવા પામ્યો છે. ધ્રોલ પોલીસે મુસ્લિમ સ્ત્રીઓના નિકાહના હક્કોના રક્ષણ માટેના અધિનિયમ-૨૦૧૯ની કલમ ૩ હેઠળ ગુન્હો નોંધ્યો છે. આ કિસ્સાએ મેમણ સમાજમાં ચર્ચા જગાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh