Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ દ્વારા અઢી વર્ષમાં થયા થોકબંધ વિકાસકામો

બાંધકામ સમિતિના ચેરમેને રજૂ કર્યું કામકાજનું સરવૈયુંઃ

જામનગર તા. ૬ઃ જામનગર જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન કે.બી. ગાગિયાએ તેના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસકામોનું સરવૈયું રજૂ કર્યું છે.

ગ્રામ્ય વિસ્તારની જરૃરિયાત ધ્યાને લઈ, રસ્તાઓ, નાળા-પુલિયા, પશુ દવાખાનાના રીપેરીંગ, આંગણવાડી કેન્દ્ર, તાલુકા પંચાયત કચેરી સહિત ૧પ મા નાણાપંચ દ્વારા અનેક વિકાસકાર્યોની હારમાળા થકી જામનગર જિલ્લાના બાંધકામ વિભાગે કોઈ કસર બાકી રાખેલ નથી.

૧૩૦.ર૪ કરોડ જેટલી માતબર રકમના કામો છેલ્લા અઢી વર્ષમાં જિલ્લા પંચાયત દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં રસ્તાઓ/નાળા પુલિયાના ૧૧ર કામો ૧ર,૮૪૪.પ૮ લાખ, ર પશુ દવાખાના માટે પ૭.૧૩ લાખ, આંગણવાડી કેન્દ્ર માટે રૃા. ૧૧.૯૪ લાખ તથા ૧પ મા નાણાપંચ હેઠળની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કાર્યોમાં ૧૧૦.૧૩ લાખના કામો પૂર્ણ થયા છે. ૧પ૬ કરોડ જેટલા કામોમાં રસ્તાઓના ૭ર જેટલા કામો ૧પ,ર૦પ.૮પ લાખ, તાલુકા પંચાયત બિલ્ડીંગનું ર૯૯.૯૪ લાખ તેમજ ૧પ મા નાણાપંચની ગ્રાન્ટમાંથી ૮૩.૮૪ લાખના વિકાસકામો હાલ પ્રગતિમાં છે. જેમાં ર૦ર૩-ર૪ મા સરકારશ્રી દ્વારા ૧ર૮ર લાખના કામોના જોબ નંબર પણ ફાળવવામાં આવ્યા છે.

જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં સર્વાંગી વિકાસ થયેલ છે. તે ઉપરાંત અનેક રોડ-રસ્તાના વિકાસ કામોની વર્ષોથી માંગણી હતી કે અટકેલા હતાં તે હાથ પર લઈ, શરૃ કરાયેલ છે તેમજ યેલ તમામ કામોની ગુણવત્તા અને સમયસર કાર્ય પૂર્ણ થાય તે માટે સતત તકેદારી રાખવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh