Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાભાર્થીઓને એક વર્ષ સુધી ૫ોષણ કીટ અપાશેઃ
જામનગર તા. ૬ઃ રાજ્યના કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ધ્રોલ લોહાણા મહાજન વાડીમાં કુપોષિત બાળકોને મિલેટ્સ પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા સહિત સમગ્ર દેશમાં આગામી તા.૩૦ સપ્ટેમ્બર સુધી પોષણ માસ અભિયાન ૨૦૨૩ અભિયાન ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કૃષિમંત્રીના પરિવાર દ્વારા ધ્રોળ તાલુકાના લાભાર્થીઓને ઘેર બેઠા ૧ વર્ષ સુધી મિલેટ્સ અને અન્ય સાધન સામગ્રી ધરાવતી પોષણ કિટ્સ મોકલવામાં આવશે.
કાર્યક્રમમાં, મંત્રીએ જણાવ્યું હતું કે, ''પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે, દરેક બાળક સ્વસ્થ રહે, સગર્ભા બહેનોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ખિલખિલાટ એમ્બ્યુલન્સ સેવા, પોષણ કીટ વિતરણ અને રસીકરણ કાર્યક્રમ જેવી અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. પોષણ માસ દરમિયાન દરેક વાલી પોતાની રીતે જાગૃત બને અને તેમના બાળકના સ્વાસ્થ્ય માટે જાગૃત થાય તે માટે દૈનિક આહારમાં પોષણ તત્વોથી ભરપૂર મિલેટસની વાનગી આપે તે જરૂરી છે. પ્રધાનમંત્રીની નેમ છે કે દરેક બાળક સ્વસ્થ બને અને તેમની રોગપ્રતિકારક શક્તિ વધે. તેથી આ પ્રકારના કાર્યક્રમોનું રાજ્ય સરકાર દ્વારા નિયમિતપણે આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆતમાં, ધ્રોળ આઈસીડીએસ ઘટક દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપવામાં આવી હતી. મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છના બદલે પોષક તત્ત્વોથી ભરપૂર મિલેટસ પોષણ કીટ આપીને સ્વાગત કરવાની નવીન પરંપરા શરૂ કરાઈ હતી. મિલેટસ કીટમાં ખજૂર, કોપરું, દાળિયા, શીંગદાણા, દૂધ, રાગીના લાડુ, રાગીનાં બિસ્કિટસ તેમજ અન્ય પોષણ તત્વોથી ભરપૂર વિવિધ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મંત્રીએ તમામ લાભાર્થીઓને તેમના બાળકો માટે પોષણ કીટનો નિયમિતપણે ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે પંચ પોષણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય વિભાગની ટીમ અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની મેડીકલ ટીમ દ્વારા લાભાર્થીઓને સ્થળ પર પોષણ કીટના ઉપયોગ, બાળકોનું હેલ્થ ચેકઅપ અને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ સમારોહમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ગીતાબા પી. જાડેજા, શ્રીમતી કાંતાબેન આર.પટેલ, ધ્રોલ પ્રાંત અધિકારી વી.ડી. સાકરીયા, ધ્રોળ મામલતદાર એ.એસ.ચાવડા, ધ્રોલ સી.ડી.પી.ઓ. ડો. નર્મદાબેન ઠોરિયા, વાલીઓ, લાભાર્થીઓ, આંગણવાડી કાર્યકરો, ધ્રોલ આઈસીડીએસ ઘટકના કર્મચારીગણ તેમજ સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial