Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં રહેતા નિવૃત્ત રમતવીરોને અપાશે પેન્શનનો લાભ

૧૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવા તાકીદઃ

જામનગર તા. ૬ઃ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હેઠળ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા નિવૃત્ત રમતવીરોને રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો હોય તેવા નિવૃત્ત રમતવીરો માટે પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનામાં ગુજરાતના વતની હોય અને પ૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નિવૃત્ત રમતવીરોને પેન્શન મેળવવા માટે અરજી કરી શકશે.

રમતવીર પોતાની કારકિર્દી દરમિયાન રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રકક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વ્યક્તિગત કે સાંધિક રમતમાં ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલ હોય અથવા રાજ્ય કે રાષ્ટ્રની ટીમના સભ્ય હોય તેવા રમતવીરોને પેન્શન મેળવવાને પાત્ર ગણવામાં આવશે. સરકારમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલ હોય તથા અન્ય જગ્યાએથી જો નાણાકીય લાભ મેળવતા હોય તો તેઓ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં. દિવ્યાંગ ખેલાડીઓ પણ આ યોજનાને પાત્રતા છે.

પાત્રતા ધરાવતા રમતવીરોની આવકની કોઈ મર્યાદા વગર માસિક રૃા. ૩૦૦૦ ની રકમ ચૂકવવામાં આવશે. આ યોજના હેઠળ પેન્શન મેળવવા ઈચ્છતા જામનગર જિલ્લામાં રહેતા નિવૃત્ત રમતવીરોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી, જામનગર, અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જિલ્લા પંચાયત સામે, જામનગરથી મેળવી સંપૂર્ણ વિગત સાથે ચાર નકલમાં તા. ૧પ-૯-ર૦ર૩ સુધી મોકલી આપવાનું રહેશે. ત્યારપછી આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. આ યોજનાની વધુ માહિતી માટે ભાવેશ રાવલિયા, જિલ્લા રમતગમત અધિકારી જામનગર મો.નં. ૯૪ર૬૦ ૪૭૩પ૪ નો સંપર્ક કરી શકાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh