Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોના-ચાંદીના દાગીના, રૃા.૧ લાખ રોકડા ગયાઃ
જામનગર તા. ૬ઃ જામનગરના ભાગોળે આવેલા નાઘેડી ગામ સ્થિત એક સોસાયટીમાં વસવાટ કરતો પરપ્રાંતિય પરિવાર થોડા દિવસો માટે બહારગામ જતાં પાછળથી ત્રાટકેલા તસ્કરોએ તે મકાનમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ મળી કુલ રૃા.૨ લાખ ૮૫ હજારની મત્તાની ઉઠાંતરી કરી છે. પરત આવેલા પરિવારે ઘરમાં તપાસ કર્યા પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામમાં રવિકુંજ સોસાયટીમાં વસવાટ કરતા મૂળ ઉત્તરપ્રદેશના નોઈડાના વતની અર્પિત બાલગોપાલસિંગ ચૌહાણ નામના આસામી પોતાના પરિવાર સાથે ગયા મહિનાના અંતિમ દિવસોમાં કામસર બનારસ ગયા હતા.
તેઓના રવિકુંજ સોસાયટી સ્થિત મકાન નં.૪૨માં લોક મારવામાં આવ્યું હતું અને આ પરિવાર તે પછી નિશ્ચિંત બની બનારસ ગયો હતો. તે દરમિયાન ગઈ તા.૩૧મી રાત્રિના આઠ વાગ્યાથી તા.૧ની રાત્રિ દરમિયાન તેમના મકાનના પાછળના ગેલેરીવાળા ભાગમાંથી કોઈ શખ્સો ઝાળી તોડીને ઘૂસી ગયા હતા.
ત્યાં આવેલા દરવાજાને તોડી પાડી તસ્કરોએ આરામથી ખાંખાખોળા કર્યા હતા જેમાં એક કબાટમાંથી રૃા.૨૦ હજાર રોકડા તેમજ રૃા.૧ લાખ ૬૫ હજારના સોનાના દાગીના અને અંદાજે રૃા.૧ લાખની કિંમતના અઢી કિલો ચાંદીના દાગીના હાથ લાગ્યા હતા. કુલ રૃા.૨ લાખ ૮૫ હજારની મત્તા મેળવી તસ્કરો પલાયન થયા હતા.
ઉપરોક્ત ચોરીની પાડોશી ઓએ અર્પિતભાઈના પરિવારને જાણ કર્યા પછી આ પરિવાર ગઈકાલે જામનગર આવી પહોંચ્યો હતો. તેઓએ પોલીસને વાકેફ કરતા પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે આઈપીસી ૪૫૪, ૪૫૭, ૩૮૦ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૃ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial