Advertisement
Author: નોબત સમાચાર

સ્ટુડન્ટ ઈનોવેશન ફેસ્ટમાં જામનગરના હિતેશ પંડ્યાનું ''કાર્બન ક્રેડીટ'' વિષય પર વકતવ્ય

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે યોજાયેલા

જામનગર  તા. ૬ઃ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે રાષ્ટ્રીય સંસ્થા વિજ્ઞાન ભારતી સંલગ્ન વિજ્ઞાન ગુજરી દર વર્ષે સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ નું આયોજન કરે છે તે નિમિત્તે ૧૦ ઓગસ્ટના ગુજરાત અને અન્ય રાજ્યોમાં એક જ દિવસે ૩૩૭ સ્થળ સ્કૂલ-કોલેજ અને અન્ય નામાંકિત ઇન્સ્ટિટયૂટના જુદા જુદા તજજ્ઞો દ્વારા વિજ્ઞાનના જુદા જુદા વિષયો ઉપર એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટમાં ત્રીજા વર્ષે કુલ ૩૮,૪૪૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એક કીર્તિમાન સ્થાપિત કરેલો હતો.

જામનગર માટે ગૌરવની બાબત એ છે કે જામનગર તરફથી  હિતેશ પંડ્યાને તજજ્ઞ તરીકે આ સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટમાં રજૂઆત કરવાની તક મળેલ હતી. હિતેશ પંડ્યાને તજજ્ઞ તરીકે વિષય હતો કાર્બન ક્રેડિટ. તેઓ છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાત સરકાર દ્વારા સન્માનિત સંસ્થા ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ, ગ્રીન કોમ્યુનિટી સાથે સંકળાયેલા છે અને વંચિત લોકો માટે સામાજિક સેવાઓ કરી રહ્યા છે. જામનગરમાં ૫૦% વૃક્ષોનું આવરણ વધે તે માટે તેઓ મારૃં ગ્રીન જામનગર અભિયાન ચલાવી રહ્યા છેે. આ ઉપરાંત રોજના ૨૭૦૦૦ વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે એવા પેપર નેપકીનના પ્રતિબંધ માટે ઝુંબેશ ચલાવી રહ્યા છે, આ ઉપરાંત આર્યભટ્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વિજ્ઞાનને લગતી પ્રવૃત્તિઓ કરે છે તેમજ એક ઉત્તમ વક્તા, લેખક અને નેશનલ ટ્રેનર છે. હાલમાં હિતેશ પંડ્યા ક્લાયમેટ ચેન્જ નામના પુસ્તકની સિરીઝ ઉપર કામ કરી રહ્યા છે. આ અગાઉ ઇંગ્લેન્ડમાં બીબીસી ન્યૂઝ નામની ચેનલમાં હિતેશ પંડ્યાનો એક ઇન્ટરવ્યૂ બીબીસી લંડનના અદ્યતન સ્ટુડિયોમાં રેકોર્ડ કરી પ્રસારિત કરાયો હતો.

તારીખ ૧૦ ઓગસ્ટ ના રાજકુમાર સાયન્સ સંકુલમાં આવેલ વિવેકાનંદ વિદ્યાલયમાં ધોરણ ૧૧ના ૫૩ જેટલા વિદ્યાર્થીઓએ આ સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટમાં તજજ્ઞ તરીકે હિતેશ પંડ્યા નો વિષય કાર્બન ક્રેડિટ ઉપર કરેલ વક્તવ્ય નો લાભ લીધેલો હતો તેમજ અંતમાં પ્રશ્નો અને જવાબની સેશન રાખેલી હતી.

યુએનની સંસ્થા દ્વારા કયોટો પ્રોટોકોલ હેઠળ કાર્બન ક્રેડિટ આપવામાં આવે છે. જેમાં ૧૭૦ દેશો સામેલ છે. જે પ્રોટોકોલ મુજબ તમારી કોઇપણ ઉત્પાદનની પ્રક્રિયામાં કેટલું પ્રદૂષણ ઘટાડો છો, તેના આધારે વર્ષે મોનિટરિંગ અને ચકાસણી બાદ કાર્બન ક્રેડિટ્સ આપવામાં આવે છે. ભારતમાં ઉર્જા સંરક્ષણ અધિનિયમ ૨૦૨૩ સંશોધિત કરીને કાર્બન ક્રેડિટ લાવવામાં આવેલ છે.

કાર્બન ક્રેડિટનો ધંધો દુનિયામાં છ એક્સચેન્જમાં થાય છે. જેના બદલામાં રોકડ રકમમાં વળતર મળે છે. દા.ત. એક્સચેન્જમાં બિઝનેસ એવી રીતે થાય છે કે પાંચ કાર્બન ક્રેડિટ વેચવા જાવ તો તેના બદલામાં આંતરરાષ્ટ્રીય ભાવ મુજબ એક ક્રેડિટની કિંમત ૧૦ ડોલર ચાલતી હોય તો ૫૦ ડોલર મળી જાય. એટલે કે ૨,૫૦૦ રૂપિયા મળી જાય.

કાર્બન ક્રેડિટ એક પ્રમાણપત્ર છે, જે તેના ધારકને એક ચોક્કસ સમયગાળા, કાર્બન ડાયોક્સાઇડ અથવા અન્ય ગ્રીનહાઉસ ગેસને એમિટ કરવાનો અધિકાર આપે છે. એક કાર્બન ક્રેડિટ એક ટન કાર્બન ડાયોક્સાઇડની બરાબર છે.

મિનિસ્ટ્રી ઓફ પાવર એન્ડ મિનિસ્ટ્રી ઓફ એનવિરોનમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ દ્વારા કાર્બન ક્રેડિટ આપવામાં આવે છે. ધ યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ કાર્બન ક્રેડીટ રેગ્યુલેટ કરે છે. કાર્યક્રમની શરૂઆતમાં રાજકુમાર સાયન્સ સંકુલના પ્રિન્સિપાલ લક્ષ્મણભાઈ મારુએ સ્વાગત પ્રવચન આપ્યુ હતું અને હિતેશ પંડ્યાના એક્સપોર્ટ ટોક દ્વારા આજના દિવસે આ કાર્યક્રમ દ્વારા એક વર્લ્ડ રેકોર્ડ થઈ રહ્યો છે તે વિશે વિદ્યાર્થીઓને માહિતી આપેલી હતી. ચૈતન્ય ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ સ્ટાફ અને મિત્ર મંડળે હિતેશ પંડ્યાને આ વિશેષ કીર્તિમાન માટે અભિનંદન પાઠવ્યા હતાં. વધુ વિગત માટે હિતેશ પંડ્યાનો ૭૪૦૫૭ ૭૫૭૮૭ ઉપર સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh