Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નંદ ઘેર આનંદ ભયો... જય કનૈયાલાલ કી'
જામનગર તા. ૬ઃ જન્માષ્ટમી પર્વની ઉજવણીનો આરંભ આજે શિતળા સાતમથી થઈ ગયો છે. યાત્રાધામ દ્વારકા, બેટદ્વારકા, નાગેશ્વર સહિતના હાલારના યાત્રાધામો ઉભરાઈ રહ્યા છે. આજે શિતળા સાતમના દિવસે શિતળા માતાજીના પાવનધામ કાલાવડ શીતલામાં પણ ભાવિકોની ભારે ભીડ જામી છે. જન્માષ્ટમી પર્વને લઈને આમ તો આખું સૌરાષ્ટ્ર કૃષ્ણમય બન્યું છે, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની દ્વારકામાં જન્માષ્ટમીના દિવસે મધ્યરાત્રિએ વિશેષ આરતી સાથે પ્રાગટ્યોત્સવના દર્શન થનાર છે. દેશ-વિદેશથી યાત્રિકોનો પ્રવાહ સતત વધી રહ્યો છે. દ્વારકામાં જન્માષ્ટમીની મધ્યરાત્રિએ નંદ મહોત્સવ ઉજવાશે, અને નંદઘેર આનંદભયો, જય કનૈયાલાલ કીના ભક્તિમય નારાઓ ગુંજશે. આ જ પ્રકારે દેશભરમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે. દ્વારકામાં જગતમંદિરમાં હજારો યાત્રિકો ઉમટી રહેલા હોવાથી ત્યાં દર્શન અને અન્ય વ્યવસ્થાઓ માટે વિશેષ પ્રબન્ધો કરવામાં આવ્યા છે.
જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ અને રંગમતિ-નાગમતિના તટે શરૃ થયેલા મેળાઓમાં પણ લોકો મન ભરીને મોજ માણી રહ્યા છે. આ રીતે રાવલ સહિત હાલારના અન્ય સ્થળોએ પણ નાના-મોટા મેળાઓએ જમાવટ કરી છે. સાતમી સપ્ટેમ્બરે આઠમ એટલે કે જન્માષ્ટમી પછી આઠમી સપ્ટેમ્બરે કાનુડો પારણે ઝુલશે. જન્માષ્ટમીની રાત્રે પણ 'મટકીફોડ' કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકડાયરા, રાસ-ગરબા અને મનોરંજક કાર્યક્રમો યાત્રાધામ દ્વારકા સહિત ઠેર-ઠેર યોજાશે.
એકંદરે રાંધણછઠ્ઠથી પારણાનોમ સુધીના આ ઉત્સવોની ઉજવણી માટે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતીઓની જેમ જ હાલારીઓ હર્ષઘેલા બનીને આવતીકાલે કૃષ્ણ જન્મોત્સવના દર્શનાર્થે આવતા યાત્રિકોની સેવાભાવનાથી ઉત્તમ સરભરા કરવા થનગની રહ્યા છે, અને સાર્વજનિક ભક્તિમય, મંગલમય, ધર્મમય અને આનંદમય માહોલ છવાયો છે અને 'જયરણછોડ માખણચોર' તથા 'કનૈયાલાલ કી જય' સાથે ભગવાન શ્રીકૃષ્ણનો જયઘોષ સંભળાઈ રહ્યો છે. હાલારની વૈષ્ણવ સંપ્રદાયની હવેલીમાં તથા બેઠકજીમાં પણ કૃષ્ણજન્મોત્સવની વિશેષ ઉજવણી નિમિત્તે કીર્તનભક્તિ અને હવેલી સંગીત સાથેના વિવિધ કાર્યક્રમો અને વિશેષ દર્શનના આયોજનો થયા છે. કૃષ્ણ જનમાષ્ટમીના દર્શન પણ આઠમની મધ્યરાત્રિએ વિશેષ સ્વરૃપે થવાના છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial