Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેર-જિલ્લામાં જુગારના ૧૬ દરોડામાં ૯૨ શખ્સ સપડાયા

જુગારના પટમાંથી રોકડ, મોબાઈલ, ગંજીપાના સહિત રૃપિયા ત્રણેક લાખનો મુદ્દામાલ કરવામાં આવ્યો કબજેઃ

જામનગર તા. ૬ઃ જામનગરના શંકરટેકરી, મહાકાળી સર્કલ પાસે ગઈકાલે પોલીસે દરોડા પાડી અગિયાર શખ્સને ગંજીપાના કૂટતા પકડી પાડયા હતા. તે ઉપરાંત કાલાવડના નિકાવા, ખડધોરાજી, મોટા વડાળા, નાની માટલી, સરવાણીયા તથા જાંબુડા, બેડ, દડિયા, હાપા, લતીપર અને મતવા ગામમાં પાડવામાં આવેલા કુલ સોળ દરોડામાં બાણું શખ્સ રૃપિયા ત્રણેક લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે પટમાંથી રોકડ, મોબાઈલ કબજે કર્યા હતા.

જામનગરના મહાકાળી સર્કલ પાસે આવેલા રાવળ વાસમાં ગઈકાલે બપોરે જુગાર રમાતો હોવાની બાતમી સિટી સી ડિવિઝનના યશપાલસિંહ, ખીમશીભાઈ, યુવરાજસિંહને મળતા પીઆઈ એ.આર. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ વી.એ. પરમારના વડપણ હેઠળ સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ગંજીપાના કૂટતા દિલીપ રામજીભાઈ સોલંકી, મુકેશ મનસુખભાઈ ગોહિલ, અભય ગણપતભાઈ રાઠોડ, નીતિન હુકમચંદ મથુરીયા, સંજય હુકમચંદ મથુરીયા, હાજીભાઈ હુસેનભાઈ સીપાઈ નામના છ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૃા.૧૩,૪૨૦ કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં સુભાષપરા શેરી નં.૨માં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા જીતુભાઈ હરદેવભાઈ શુકલ, દીપક જીતુભાઈ શુકલ, ઈમ્તિયાઝ બોદુભાઈ શેખા, જયંતિભાઈ રાયસંગભાઈ સવાસરીયા, જગદીશભાઈ વિઠ્ઠલભાઈ ભુત નામના પાંચ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૩૫૦૦ કબજે કર્યા છે.

કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં દલિત વાસમાં ગઈકાલે સાંજે ગંજીપાના કૂટતા બિપીનભાઈ વસરામભાઈ ચૌહાણ, હેમત દલપતભાઈ ચૌહાણ, રવિ ભાણાભાઈ ચૌહાણ, લવજીભાઈ વીરજીભાઈ મુછડીયા, ભાવેશ માવજીભાઈ વઘેરા નામના પાંચ શખ્સ રૃા.૨૫૩૦ સાથે ઝડપાઈ ગયા હતા.

જામનગર તાલુકાના બેડ ગામમાં ટ્રકના પાર્કિંગમાં ગઈકાલે બપોરે ગંજીપાનાથી જુગાર રમતા કાનાભાઈ મંગરાભાઈ પાસીયા, પ્રકાશ પ્રેમશંકર વ્યાસ, સોંડાભાઈ વાલાભાઈ પાસીયા નામના ત્રણ શખ્સને પોલીસે પકડી લીધા હતા. જ્યારે અજય મનસુખભાઈ વાડોલીયા નામનો શખ્સ નાસી ગયો હતો. પટમાંથી રૃા.૨૯૪૦ કબજે કરવામાં આવ્યા છે.

જામનગર તાલુકાના દડિયા ગામમાં ગઈકાલે સાંજે ગંજીપાના કૂટતા દેવીદાસ સંતરામ ગોંડલીયા, બાબુભાઈ દેવાભાઈ ધ્રાંગીયા, રાજેશ શિવજીભાઈ કનેજા, રમેશ વિનોદભાઈ પાધરેસા, સંતરામ ભૂપતભાઈ ગોંડલીયા, ડાયાભાઈ ધનાભાઈ ધ્રાંગીયા, કાલીદાસ ગોવિંદભાઈ દાણીધારીયા નામના સાત શખ્સ રૃા.૪૭૦૬૦ રોકડા સાથે પકડાઈ ગયા હતા.

જામનગર નજીકના હાપા યાર્ડ પાછળ આવેલી મેરીયા કોલોનીમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા ડાયાભાઈ જેઠાભાઈ ગોહિલ, નરેશ વાલાભાઈ મહિડા, સાલેકરામ ગુલાબસિંહ અલાવા નામના ત્રણ શખ્સ રૃા.૧૧૩૦૦ રોકડા, ત્રણ મોબાઈલ સાથે ઝડપાઈ ગયા હતા.

જામનગરના નાની માટલી ગામમાં ગઈકાલે રાત્રે તીનપત્તી રમતા પિયુષ નરેશભાઈ રામાવત, પારસ વલ્લભભાઈ બુસા, સુરેશ કરશનભાઈ દુધાગરા, ખોડીદાસ અરજણભાઈ બુસા નામના ચાર શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૃા.૧૦૧૭૦ કબજે કર્યા છે.

જામનગર તાલુકાના જાંબુડા ગામમાં મફતીયાપરા માં ગઈકાલે બપોરે જુગાર રમતા નિલેશ જીવણભાઈ લાંબા, સંજય જયંતિભાઈ પરેસા, ભરત હંસરાજભાઈ સરવૈયા, અશ્વિન જમનભાઈ તંબોલીયા નામના ચાર શખ્સ ને પોલીસે રૃા.૧૧,૨૦૦ સાથે પકડી પાડ્યા હતા.

જાંબુડા ગામમાં જ પાડવામાં આવેલા બીજા દરોડામાં કાનજી બાવાભાઈ રાતડીયા, મંગાભાઈ ચનાભાઈ સરવૈયા, પ્રવીણ સોમાભાઈ સરવૈયા, હરપાલસિંહ અજીતસિંહ જાડેજા નામના ચાર શખ્સ ઝડપાઈ ગયા હતા. જ્યારે પોલીસને જોઈને ભૂપત ધનાભાઈ સુમડ નામનો શખ્સ નાસી ગયો હતો. પટમાંથી રૃા.૧૦,૮૦૦ રોકડા કબજે કરાયા છે.

જામનગરના નાની માટલી ગામમાં ગઈરાત્રે પોલીસે પાડેલા બીજા દરોડામાં પ્રવીણ વલ્લભભાઈ વસોયા, ભૂપત પૂનાભાઈ રાતડીયા, રણમલ મૈયાભાઈ લાંબકા નામના ત્રણ શખ્સ ગંજીપાનાથી જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૃા.૧૨૩૧૦ કબજે કરવામાં આવ્યા છે.

જામનગર તાલુકાના મતવા ગામમાં ગઈકાલે રાત્રે જુગાર રમતા રજનીકાંત છગનલાલ સંઘાણી, રમેશ ખીમજીભાઈ વારસાકીયા, વિપુલ ભગવાનજી ભંડેરી, નિલેશ બાબુલાલ કુબાવત, રમેશ વેલજીભાઈ ધામેલીયા નામના પાંચ શખ્સ રૃા.૧૧૩૨૦ રોકડા સાથે પકડાઈ ગયા હતા.

મતવા ગામમાં જ બીજા દરોડામાં પંકજ મગનભાઈ ટીંબડીયા, રાજેશ ગિરધરભાઈ ભંડેરી, દિનેશ તુલસીભાઈ સંઘાણી, કમલેશ વલ્લભભાઈ સંઘાણી, અશોક શામજી પાંભર નામના પાંચ શખ્સ રૃા.૭૬૦૦ સાથે પકડાઈ ગયા હતા.

ધ્રોલ તાલુકાના લતીપર ગામની સીમમાં ગઈકાલે રાત્રે પોલીસે દરોડો પાડતા ત્યાં ગંજીપાના કૂટી રહેલા વિરમ વેજાણંદ કેશુર, મેસુર મીયાઝરભાઈ કેશુર, રવિ ચનાભાઈ કેશુર, મેસુર ઉર્ફે લાલો મીયાઝરભાઈ કેશુર, મયુર દેવદાન કેશુર, જીજ્ઞેશ મગનભાઈ કેશુર, પરેશ સીંધાભાઈ ગમારા, અનિલ કાનાભાઈ ગમારા, નાગદાન રામૈયાભાઈ કેશુર, જીવણભાઈ મગનભાઈ પરેશા, પાર્થ નાનજીભાઈ મિયાત્રા, નિકુલ રાજેન્દ્રભાઈ દવે, જયદીપ મનસુખભાઈ કામરીયા, જય મહેન્દ્રભાઈ પટેલ, પારસ મુકેશભાઈ જારીયા, આયદાન રાયધન બોરીચા, બાબુભાઈ બકાભાઈ ઝુંઝા નામના સત્તર શખ્સ ગંજીપાના કૂટતા મળી આવ્યા હતા. પટમાંથી રૃા.૪૦૨૩૦ રોકડા કબજે કર્યા છે.

કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામમાં ગઈકાલે રાત્રે તીનપત્તી રમતા ખીમાભાઈ માલદેભાઈ ડાંગર, અરવિંદ જીવાભાઈ ખરા, ખોડુભાઈ અમરાભાઈ ખરા, સાગર નાનજીભાઈ બોખાણી, અજય સંજયભાઈ સોલંકી, હિતેશ સંજયભાઈ સોલંકી, મનસુખ મુકેશ સોંદરવા નામના સાત શખ્સ રૃા.૭૨૧૦ સાથે ઝડપાઈ ગયા હતા.

કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામની સીમમાં ગઈરાત્રે જુગાર રમતા ધર્મેશ વિઠ્ઠલભાઈ બુસા, હરસુખ લીંબાભાઈ ગમઢા, શૈલેષ માવજીભાઈ કોટડીયા, જીતેન્દ્ર વલ્લભભાઈ બુસા, સંજય માધાભાઈ બુસા, વિશાલ વિઠ્ઠલભાઈ ગમઢા નામના છ શખ્સ રૃા.૫૧,૫૦૦ પોલીસે કબજે કર્યા છે.

કાલાવડ તાલુકાના નિકાવા ગામની સીમમાં આજે વહેલી સવારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી નિલેશ ધીરૃભાઈ પાંભર, વિપુલ નરશીભાઈ ભૂત, અશ્વિન ઘુસાભાઈ શિયાણી, યોગેશ નરશીભાઈ ભૂત, મહેશ વિઠ્ઠલભાઈ શિંગાળા, શૈલેષ ભીખાભાઈ પાંભર, પંકજ મનસુખભાઈ પાંભર, વિશાલ અરવિંદભાઈ ગમઢા નામના આઠ શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા. પટમાંથી રૃા.૧૪,૨૫૦ રોકડા સહિત રૃા.૪૩,૨૫૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh