Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના ગોકલપર પાસે બે બાઈક ટકરાઈ પડતા ઘવાયેલા શ્રમિકનું સારવારમાં મૃત્યુ

દોેઢેક મહિના પહેલા સર્જાયો હતો અકસ્માતઃ

જામનગર તા.૧૦ ઃ ધ્રોલના ગોકલપર ગામ પાસે દોઢ મહિના પહેલા બે બાઈક ટકરાઈ પડ્યા હતા. જેમાં ઘવાયેલા એક શ્રમિકનું સારવારમાં મૃત્યુ થયું છે.

ધ્રોલ તાલુકાના લતી૫ર ગામમાં આવેલા જયંતિભાઈ ગોવિંદભાઈ તાલપરા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની જયસિંગ મહેતાબ પતાયા નામના યુવાન ગઈ તા.૧૯ નવેમ્બરની સાંજે પોતાના શેઠના પુત્ર બિપીનભાઈ સાથે પાઈપ મૂકવા માટે જીજે-૩-એલઈ ૧૮૧૧ નંબરના બાઈકમાં પ્રવીણભાઈના ખેતર તરફ ગયા હતા.

ત્યાંથી બંને વ્યક્તિઓ પરત ફરતા હતા ત્યારે માર્ગમાં બિપીનભાઈએ બાઈક પરનો કાબૂ ગુમાવતા સામેથી આવતા જીજે-૧૦-બીસી ૩૧૯૮ નંબરના બીજા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં પાછળ બેસેલા જયસિંગને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. આ યુવાનનું સારવારમાં મૃત્યુ થયું છે.

ઉપરોક્ત બનાવ અંગે જયસિંગના પત્ની ગબીબેન પતાયાએ બિપીનભાઈ તાલપરા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh