Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આશિષ ભાટીયાને ફરી એક્સટેન્શનની શક્યતા ઓછી
ગાંધીનગર તા. ૧૦ઃ ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયા ૩૧ જાન્યુઆરીના નિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે નવા ડીજીપી કોણ બનશે, તે અંગે અટકળોનું બજાર ગરમ છે.
ગુજરાતના પોલીસ તંત્રમાં મોટા ફેરફારો થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા આ મહિનાની ૩૧ મી જાન્યુઆરીએ નિવૃત્ત થશે તેમ નિશ્ચિત મનાઈ રહ્યું છે. ગુજરાતમાં હવે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે. આ જોતા હાલના ડીજીપી આશિષ ભાટિયાને ફરી એક્સટેન્શન મળે તેવી સંભાવના ખૂબ જ ઓછી છે. આવા સંજોગોમાં રાજ્યના નવા ડીજીપી કોણ બનશે તેની ચર્ચા શરૃ થઈ ગઈ છે. ગુજરાતના હાલના ડીજીપી આશિષ ભાટિયા હવે નિવૃત્ત થઈ રહ્યા છે. ગુજરાતમાં નવા ડીજીપી કોણ બનશે તેના નામોને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગુજરાત રાજ્યના સિનિયર મોસ્ટ ૧૯૮૭, ૧૯૮૮ અને ૧૯૮૯ બેચના ૬ આઈપીએસના નામ ડીજીપી બનવા માટે ચર્ચાઈ રહ્યા છે અને તે અંગે અનેક અટકળો લગાવાઈ રહી છે. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આ વર્ષે એપ્રિલમાં નિવૃત્ત થશે. આ પહેલા તેમને ગુજરાત રાજ્યના ડીજીપી બનાવાય તેવી ચર્ચા શરૃ થઈ ગઈ છે. સંજય શ્રીવાસ્તવ હાલમાં અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે છે. સંજય શ્રીવાસ્તવનું નામ પણ અગ્રેસર ચર્ચાય રહ્યું છે. આ અગાઉ આશિષ ભાટિયાને એક્સટેન્શન અપાયા છે. વર્ષ ર૦ર૦ ની જુલાઈએ ડીજીપી બનેલા આશિષ ભાટિયા બે વખત એક્સટેન્શન મેળવ્યા પછી આગામી ૩૧ જાન્યુઆરીએ નિવૃત્ત થશે. ગુજરાત સરકાર માટે નવા ડીજીપીની પસંદગી આસાન રહેવાની નથી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગુજરાતના નવા ડીજીપી તરીકે સંજય શ્રીવાસ્તવ સિવાય કરવાલ, તોમર અને વિકાસ સહાયના નામની પણ ચર્ચા થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag