Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુનામીની ચેતવણી પહેલા જાહેર થઈ, તે પછી એલર્ટ હટાવી લેવાયું
નવી દિલ્હી તા. ૧૦ઃ ઈન્ડોનેશિયામાં ૭.૬ ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતાં, તેથી લોકોમાં ગભરાટ ફેલાયો છે.
ઈન્ડોનેશિયામાં ફરી એક વખત જોરદાર ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૭.૬ માપવામાં આવી છે. અમેરિકન જિયોલોજિકલ સર્વેએ આ માહિતી આપી છે. યુએસજીએસ એ અહેવાલ આપ્યો છે કે, ઈન્ડોનેશિયા અને પૂર્વ તિમોરના સમુદ્રની નીચે ૭.૬ ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકા ઈન્ડોનેશિયાના તુઆલ ક્ષેત્રના ૩૪ર દક્ષિણ-પૂર્વમાં અનુભવાયા હતાં. યુરોપિયન સિસ્મોલોજિકલ સેન્ટરે જણાવ્યું કે, ઈન્ડોનેશિયાથી ર૦૦૦ કિલોમીટરથી વધુ દૂર ઓસ્ટ્રેલિયા અને પૂર્વ તિમોરમાં પણ આંચકા અનુભવાયા હતાં. ભૂકંપના જોરદાર આંચકાના કારણે લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી ગયા હતાં. ભૂકંપના કારણે ઈન્ડોનેશિયાની જિયોફિઝિક્સ એજન્સીએ દેશમાં સુનામીની ચેતવણી જાહેર કરી હતી, જો કે એજન્સીએ થોડા જ સમય પછી એલર્ટ હટાવી લીધું હતું.
આ પહેલા ઈન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રામાં ભૂકંપ આવ્યો હતો. તે દરમિયાન ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.ર માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ અહેવાલ આપ્યો હતો અને તેનું કેન્દ્ર પ.ર૬ ર૬ ડીગ્રી દક્ષિણ અક્ષાંશ અને ૯૭.૦૪ ડીગ્રી પૂર્વ રેખાંશ પર સ્થિત હતું. એનસીએસ પ્રમાણે ઊંડાઈ ૧૦ કિ.મી. નોંધવામાં આવી હતી.
ઈન્ડોનેશિયા એક એક્ટિવ ભૂકંપ ઝોનમાં સ્થિત છે. આ જ કારણ છે કે ત્યાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાય છે. ઈન્ડોનેશિયા પેસિફિક મહાસાગરમાં સ્થિત 'રીંગ ઓફ ફાયર'નો એક હિસ્સો છે. રીંગ ઓફ ફાયર એ પેસિફિક મહાસાગર બેસિનનો વિસ્તાર છે, જ્યાં અનેક જવાળામૂખી ફાટતા રહે છે. જેના કારણે ત્યાં સતત ભૂકંપના આંચકા આવતા રહે છે. ભૂકંપના કારણે તેની આસપાસના દરિયામાં સુનામી જન્મે છે. રીંગ ઓફ ફાયરનો આ વિસ્તાર લગભગ ૪૦હજાર કિલોમીટરના ત્રિજ્યામાં ફેલાયેલો છે. અહીં વિશ્વના ૭પ ટકા સક્રિય જવાળામૂખી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag