Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયબર પોલીસને સફળતાઃ
જામનગર તા.૧૦ ઃ જામનગરના એક આસામીને રોકાણ સામે મોટું વળતર આપવાની આંબા આંબલી બતાવી કરાયેલી છેતરપિંડીમાં સાયબર ક્રાઈમ પોલીસે સોમનાથના બે શખ્સને પકડી પાડ્યા છે.
જામનગરના એક આસામીને થોડા સમય પહેલા ફોરેક્સ કરન્સી ઈન્વેસ્ટમેન્ટ નામની પેઢીના એક શખ્સે તેની કંપનીમાં રોકાણ કરવાથી મોટો લાભ મળશે તેવી આંબા આંબલી બતાવ્યા પછી તેની વાતમાં આવી ગયેલા આસામીએ જુદા જુદા સમયે બે બેંક એકાઉન્ટમાં રૃા.૯,૧૯, ૧૨૫ની રકમ ટ્રાન્સફર કરી હતી. તે પછી આ આસામીને ઠેંગો બતાવી દેવાયો હતો.
ઉપરોક્ત બાબતની જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાતા શરૃ થયેલી તપાસમાં ગિર સોમનાથ જિલ્લાના સોમનાથમાં વસવાટ કરતા એજાઝ અબ્દુલ ચૌહાણ, ફૈઝાન મહંમદહુસેન જમાદારના સગડ મળ્યા હતા. આ બંને શખ્સને અટકાયતમાં લઈ જામનગર ખસેડાયા પછી બંનેની ધરપકડ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag