Advertisement
Author: નોબત સમાચાર

ઓખાના દરિયામાંથી ડ્રગ્સ, હથિયાર સાથે ઝડપાયેલા આરોપીમાંથી ત્રણના આઠ દિવસના વધુ રિમાન્ડ મંજૂર

સાત બ્લુચિસ્તાનીને કરાયા જેલહવાલેઃ

ખંભાળિયા તા.૧૦ ઃ ઓખાના દરિયામાંથી બે સપ્તાહ પૂર્વે મળી આવેલી પાકિસ્તાનની એક બોટમાંથી રૃપિયા ૨૮૦ કરોડનું ડ્રગ્સ અને છ પિસ્તોલ, કારતૂસ મળી આવ્યા હતા. બોટમાં રહેલા દસ બ્લુચિસ્તાનીની ધરપકડ કરાયા પછી બાર દિવસના રિમાન્ડ મેળવાયા હતા. ગઈકાલે આરોપીઓના વધુ રિમાન્ડ મંગાતા ત્રણના આઠ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા દિવસો પહેલા દ્વારકા એસઓજીમાં પીઆઈની ફરજ બજાવી ગયેલા જે.એમ. પટેલને મળેલી બાતમી પરથી એટીએસના દીપેન ભદ્રન તથા સુનિલ જોષીની ટીમ દ્વારા કોસ્ટગાર્ડની મદદથી પાકિસ્તાનના કરાચીથી રવાના થયેલી અલ-સોહેલી બોટને ભારતીય જળસીમામાંથી રૃા.૨૮૦ કરોડના ડ્રગ્સ અને હથિયાર સાથે પકડી પાડી હતી. તે બોટમાં રહેલા  પાકિસ્તાનના બલુચિસ્તાનના દસ શખ્સની અટકાયત કરાઈ હતી. બલુચિસ્તાનના અલીબક્ષ તથા ઈસ્માઈલ આદમ સહિતનાને અદાલતે અગિયાર દિવસના રિમાન્ડ પર સોંપ્યા  હતા.

રિમાન્ડ દરમિયાન બોટના કેપ્ટન સહિત ત્રણ આરોપી પાસેથી ૨૮૦ કરોડના જથ્થા અંગેની મહત્વની કડીઓ મેળવવાની બાકી હોય તેમને ગઈકાલે એટીએસના અધિકારી ઉપાધ્યાયે ઓખા મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીને વધુ રિમાન્ડની માંગ કરતા તા.૧૬ સુધીના આઠ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જ્યારે સાતને જામનગરની જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.

એટીએસના અધિકારી દીપેન ભદ્રન, સુનિલ જોષીની આગેવાનીમાં ઘનિષ્ઠ તપાસ શરૃ કરવામાં આવી છે. આ શખ્સોની પૂછપરછમાં નવી કડીઓ મળે તેવી સંભાવના પણ માનવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh