Advertisement
Author: નોબત સમાચાર

ઓખા-બિકાનેર ટ્રેનમાં જામનગરને અપાયો સ્ટોપઃ આજથી બુકીંગ શરૃ

આ સ્પેશ્યલ ટ્રેનની ચાર ટ્રીપ કરાશે

જામનગર તા. ૧૦ઃ ઓખા-બિકાનેર વચ્ચે ચાલનારી સ્પેશ્યલ ટ્રેનનો આખરે જામનગરનો સ્ટોપ મંજુર થયો છે. ઓખા-બિકાનેર વચ્ચે સ્પેશ્યલ ટ્રેનની ચાર ટ્રીપ કરવામાં આવનાર છે.

ટ્રેન નં. ૦૪૭૧૬ ઓખા-બિકાનેર સ્પેશ્યલ ટ્રેન ઓખાથી તા. ૧૧-૧-ર૦ર૩ અને તા. ૧૮-૧-ર૦ર૩ ના સાંજે ૬-૩૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે બિકાનેર પહોંચશે. એ જ રીતે ૦૪૭૧પ બિકાનેર-ઓખા સ્પેશ્યલ ટ્રેન તા. ૧૦ અને તા. ૧૭ જાન્યુઆરીના બપોરે ૩-પ૦ કલાકે બિકાનેરથી ઉપડશે અને બીજા દિવસે સાંજે ચાર વાગ્યે ઓખા પહોંચશે.

આ ટ્રેન બન્ને દિશામાં દ્વારકા, જાનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ભીલડી, રાણીવાડા, મારવાડ, ભીનમાલ, મોડરણ, જાલોર, મોકલસર, સમદરી, લુણી, જોધપુર, મેર્તા રોડ, નાગૌર અને ઓખા સ્ટેશને ઊભી રહેશે.

આ ટ્રેનમાં એસી ર-ટાયર, એસી ૩ ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ જોડાશે. આજથી આ ટ્રેનનું બુકીંગ શરૃ કરવામાં આવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh