Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય દરોડામાં આઠ બોટલ કબજે કરતી પોલીસઃ
જામનગર તા.૧૦ ઃ જામનગર નજીકના ગંગાવાવ પાસે એક પડતર મકાનમાંથી એલસીબીએ અંગ્રેજી શરાબની ૧૫૮ પેટી પકડી પાડી છે. રૃપિયા સાડા સાત લાખ ઉપરાંતના શરાબના જથ્થાને કબજે લેવાયો છે. તે જથ્થો જેનો હોવાનું માનવામાં આવી રહ્યું છે તે ત્રણેય શખ્સના સગડ દબાવવામાં આવી રહ્યા છે.
જામનગરના રણજીત સાગર નજીકના લાવડીયા ગામમાં એક ખેતરમાંથી રવિવારે રાત્રે એલસીબીએ અંગ્રેજી શરાબની ૨૦૧ પેટી પકડી પાડી હતી. તે જથ્થા સાથે ઝડપાયેલા ત્રણ શખ્સની પૂછપરછ કરાતા ત્રણ સપ્લાયરના નામ એલસીબીને સાંપડ્યા હતા. તે પછી શરાબના વધુ જથ્થાના સગડ એલસીબીએ પ્રાપ્ત કર્યા હતા.
એલસીબીના હરદીપ ધાધલ, યશપાલસિંહ, ભગીરથસિંહને મળેલી બાતમીના આધારે લાવડીયા ગામથી ગંગાવાવ વચ્ચે આવેલા એક પડતર મકાનમાં એલસીબીના સ્ટાફે પીઆઈ જે.વી. ચૌધરીની સૂચના અને પીએસઆઈ એસ.પી. ગોહિલના વડપણ હેઠળ દરોડો પાડ્યો હતો. તે મકાનમાંથી અંગ્રેજી શરાબની ૧૮૯૬ બોટલ ભરેલી ૧૫૮ પેટી મળી આવી હતી. અંદાજે રૃા.૭,૫૮,૪૦૦ની કિંમતનો શરાબનો જથ્થો એલસીબીએ કબજે કર્યાે છે. તે જથ્થો પણ પાર્થ જીતેન્દ્ર કટીયારા ઉર્ફે જાંબલી, સતિષ જેઠાલાલ મંગે ઉર્ફે રાધે તથા વિમલ તુલસીભાઈ પમનાણી ઉર્ફે ડોડારા નામના શખ્સોનો હોવાનું ખૂલ્યું છે. ત્રણેય શખ્સને પકડી પાડવા તજવીજ કરાઈ છે.
જામનગરના ગુરૃદ્વારા વિસ્તારમાં આવેલા જલારામનગર પાસેથી ગઈકાલે પોલીસે ભરત બટુકભાઈ ચંદ્રેશા નામના શખ્સને અંગ્રેજી શરાબની આઠ બોટલ સાથે પકડી પાડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag