Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રગતિશીલ ખેડૂત પરેશભાઈ પનારાએ પોતાના અનુભવો વર્ણવ્યા
જામનગર તા. ૧૦ઃ આત્મા પ્રોજેક્ટ જામનગરના પ્રોજેક્ટ ડાયરેકટર બી.એમ. આગઠના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના જશાપર ગામે ગીરધર બાપા પ્રાકૃતિ ફાર્મમાં જિલ્લા શિબિર તાલીમ યોજાયેલ જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો, જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગરના વડા ડો. કે.પી. બારૈયા તથા જામનગર જિલ્લાના ડેપ્યુટી પ્રાજેકટ ડાયરેકટર જે.બી. પટેલ દ્વારા રસાયણિક ખેતીમાં વપરાતા ખાતરો અને જંતુનાશક દવાઓથી પર્યાવરણ જમીન અને મનુષ્યના જીવન પર થતી વિપરીત અસરો અંગે ખડૂતોને માહિતી આપી તેમજ જીવામૃત બનાવવાની પધ્ધતિ અંગે લાઈવ ડેમોસ્ટ્રેશન રાખી ખેડૂતોને માહિતગાર કરાયા અને જીવામૃતથી થતા ફાયદા વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી તેમજ જશાપર ગામના ગીરધરભાઈ એચ. પનારાના પુત્ર પ્રગતિશીલ ખેડૂત પરેશભાઈ ગિરધરભાઈ પનારા દ્વારા હળદર, ટમેટા, ઘઉં, પ્રાકૃતિ ખેતીના સિધ્ધાંતો સરળ ભાષામાં સમજાવી એમના પ્રાકૃતિક ખેતીમાં થયેલા અનુભવો ખેડૂતોને સમજાવી પ્રાકૃતિ ખેતી તરફ વળવા માટે પ્રેરણા આપી હતી. અને જશાપર ગામના સરપંચ હેમરાજભાઈ પનારા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર તાલીમનું આયોજન જોડિયા તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર આશીષ કે. સંઘાણી તેમજ આસિ. ટેકનોલોજી મેનેર જે.ડી. રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag