Advertisement
Author: નોબત સમાચાર

જલાની જાર વિસ્તારમાં મહિલાના હાથમાંથી દોઢેક લાખની સોના-ચાંદીની બંગડીઓ સેરવાઈ

ભંગારની રેંકડી લઈને આવતી મહિલાએ આચરી લૂંટઃ

જામનગર તા.૧૦ ઃ જામનગરના જલાની જાર વિસ્તારમાં આવેલી એક શેરીમાં રહેતા વૃદ્ધા ગઈકાલે સવારે પોતાના ઘરમાં એકલા હતા ત્યારે ઘરમાં ઘૂસેલી એક મહિલાએ તેમના હાથમાંથી સોનાની ચાર અને ચાંદીની બે બંગડી સેરવી લીધી હતી. ભંગારની રેંકડી લઈને તે શેરીમાં આવતી મહિલાએ રેકી કર્યા પછી ગઈકાલે ઉપરોક્ત લૂંટને અંજામ આપ્યો છે. પોલીસે રૃા.દોઢ લાખ ઉપરાંતની બંગડી સેરવી જવા અંગે તે મહિલા સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૃ કર્યાે છે.

જામનગરના જલાની જાર વિસ્તારમાં આવેલા બુટાના કૂવાવાળી શેરીમાં રહેતા સવિતાબેન જયેશભાઈ દવે (ઉ.વ.૮૬) નામના વૃદ્ધા ગઈકાલે સવારે પોતાના ઘરમાં સૂતા હતા તેમના પુત્ર જયેશભાઈ કામસર બહાર ગયા હતા.

તે દરમિયાન તેમના ઘરમાં ત્રીસેક વર્ષની અજાણી મહિલા પ્રવેશી હતી. આ મહિલાએ પલંગ પર સૂઈ રહેલા તે વૃદ્ધાના હાથને ચાદરની બહાર ખેંચી તેઓના હાથમાં પહેરેલી સોનાની સાડા છ તોલાની ચાર બંગડી તેમજ છ ગ્રામ જેટલા વજનની ચાંદીની બે બંગડી સેરવી લીધી હતી.

ત્યારપછી આ મહિલા ગણતરીની સેકન્ડોમાં જ ત્યાંથી નીકળી ગઈ હતી. તે પછી થોડીવાર વિત્યે ઘેર આવેલા એક મહિલાને સવિતાબેને આમ બન્યાની જાણ કરતા પુત્ર જયેશભાઈને ફોન કરી વાકેફ કરવામાં આવ્યા હતા. તરત જ ઘેર દોડી આવેલા જયેશભાઈએ આ બનાવની ખરાઈ કરતા તેમના માતા જ્યાં સૂતા હતા તે પલંગથી થોડે દૂર ચાંદીની એક બંગડી પડી ગયેલી જોવા મળી હતી. જ્યારે બાકીની સોનાની અને ચાંદીની બંગડીઓ ગુમ હતી. તેથી જયેશભાઈએ પોલીસને વાકેફ કરી હતી.

દોડી આવેલા સિટી-એ ડિવિઝનના પીએસઆઈ એમ.એન. રાઠોડ તથા સ્ટાફે સવિતાબેનનું નિવેદન નોંધ્યું હતું. જેમાં ઉપરોક્ત બનાવને સમર્થન મળ્યા પછી જયેશભાઈ દવેની ફરિયાદ પરથી પોલીસે સોનાની ચાર બંગડી અને ચાંદીની બે બંગડી મળી કુલ રૃા.૧,૬૨,૯૦૦ની સોના-ચાંદીની બંગડીઓ ઝૂંટવી જવા અંગે અજાણી મહિલા સામે ગુન્હો નોંધ્યો છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ જે મહિલાએ ઉપરોક્ત કસબ અજમાવ્યો છે તે મહિલા થોડા દિવસથી તે શેરીમાં ભંગારની રેંકડી લઈને આંટાફેરા કરતી હતી. તે મહિલાએ રેકી કર્યા પછી ગઈકાલે આ મહિલાના હાથમાંથી દાગીના સેરવી લીધા હતા. પીએસઆઈ વી.કે. ગઢવીએ જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh