Advertisement
Author: નોબત સમાચાર

નવો ટ્રેન્ડ સર્જનારી 'ધી પાટીદાર્સ-એલપીએસ' એપ્લિકેશનના મહત્ત્વપૂર્ણ ફીચર્સ

જામનગરના લેઉવા પટેલ સમાજ દ્વારા

જામનગર તા. ૧૦ઃ જામનગરના લેઉવા પટેલ સમાજ દ્વારા હાલની અતિ આધુનિક ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકદમ રીચ અને સૌને ઉપયોગી એવી એપનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્ઞાતિના વિચક્ષણ યુવાનોએ આ એપને એટલી બધી રીચ બનાવી છે કે, જેના પ્રત્યેક ફીચર્સ સમગ્ર લેઉવા પટેલ સમાજને દાયકાઓ સુધી અતિ ઉપયોગી પૂરવાર થતા રહેશે અને આ એપ એ પ્રકારની એપ છે કે, સમાજની અન્ય જ્ઞાતિઓ પણ આ એપની રચનામાંથી પ્રેરણા મેળવી પોતાની જ્ઞાતિઓને આ પ્રકારની અદ્ભુત ભેટ આપી શકશે.

જામનગર લેઉવા પટેલ સમાજ દ્વારા મહિનાઓની મહેનતના અંતે એક અલ્ટ્રામોર્ડન એપ અને વેબસાઈટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. 'ધ પાટીદાર્સ-એલપીએસ' નામનો આ જબ્બર કોન્સેપ્ટ એટલા આધુનિક અને ઉપયોગી ફીસર્ચ ધરાવે છે કે, સમગ્ર લેઉવા પાટીદાર સમાજના એક-એક પરિવારને આ માધ્યમથી એકતાંતણે બાંધનારો પૂરવાર થશે.

આ એપ્લિકેશનના સંખ્યાબંધ ફાયદાઓ છે, જેમાં ફાયદાઓ ગણીએ તો કોર પોઈન્ટ તરીકે પરિવાર વૃક્ષો નામનો એક વિભાગ રાખવામાં આવ્યો છે. નજેમાં પેઢી ઓવાઈઝ સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત લગ્નવિષયક, રક્તદાન સહિતની આરોગ્ય પ્રવૃત્તિઓ, પર્સનલ સામાજિક ઓળખ, લેઉવા પટેલ સમાજ જામનગરમાં હોલ અને સમાજવાડીના તમામ વિભાગોની ઉપલબ્ધતા સહિતની માહિતી ઉપરાંત લેઉવા પટેલ સમાજ દ્વારા જાહેર થતી નોટીસ અને જાહેરાતોનો સહજ રીતે સૌ સુધી સંચાર થઈ શકે તે માટે એક અલગ વિભાગ તથા ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો અને સમગ્ર લેઉવા પટેલ સમાજના તમામે તમામ સદસ્યોની માહિતી સાથેનો વિભાગ એટલો અદ્ભુત રીતે બનાવવામાં આવ્યો છે કે, લેઉવા પટેલ સમાજની કોઈપણ વ્યક્તિ પોતાના મોબાઈલમાં આ એપ ઈન્સ્ટોલ કરી લ્યે પછી સમગ્ર લેઉવા પટેલ સમાજની હજારો પ્રકારની માહિતીઓ તે એક ક્લીકથી મેળવી શકશે.

આ એપમાં લગ્નવિષયક વિભાગમાં ડાયવોર્સી માટે પણ એક ચોક્કસ ફિચર બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ વિભાગમાં સંપૂર્ણ બાયોડેટા સાથેની તમામ વિગતો અને ફોટાઓ વગેરે જનરેટ કરી શકાશે અને પીડીએફના માધ્યમથી એક્સપોર્ટ પણ કરી શકાશે. આ ફીચર્સમાં આઈ.ડી., ક્યુઆર કોડ, બાયોમેટ્રિક, વ્યક્તિગત ઈન્ફોર્મેશન વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આ એપમાં લેઉવા પટેલ સમાજ જામનગરની અત્યાર સુધીની તમામ કારોબારી, કારોબારીના સભ્યો વગેરેના નામ-ફોટા અને હોદ્દા સાથે તેમજ અત્યાર સુધીના તમામ ટ્રસ્ટીઓ અને સમગ્ર સમાજના એક-એક સભાસદની વિગતો એક ક્લીકથી ઉપલબ્ધ થઈ શકશે. લેઉવા પટેલ સમાજના નવયુવાન અને એનર્જેટિક સભ્યોની ટીમે સતત છ મહિનાની મહેનતના અંતે આ એપ્લિકેશન બનાવી છે.

'ધ પાટીદાર્સ-એલપીએસ' નામની આ એપ જબરદસ્ત કોન્સેપ્ટ છે, જેમાં ફેમિલી, મેટ્રીમોનિયલ, રીલેશન્સ, હેલ્થકેર, સરનેઈમ એક્સપ્લોરેશન અને લોકેશન એક્સપ્લોરેશન સહિતના ફીચર્સ ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત આગામી સમયમાં આ એપમાં એજ્યુકેશન, જોબ્સ, બિઝનેસ અને રીયલ એસ્ટેટના ફીચર્સ પણ ઉમેરવામાં આવશે. આ તમામ ફીચર્સની મદદથી લેઉવા પટેલ સમાજના પ્રત્યેક પરિવારને અન્ય તમામ પરિવારોની સંપૂર્ણ વિગતો, સગાઈ-લગ્ન માટે ઉંમરલાયક પાત્રોનો સંપૂર્ણ ઈતિહાસ અને વર્તમાન, સમગ્ર લેઉવા પટેલ સમાજના હજારો પરિવારો એકબીજાની સાથે લોહીના સંબંધો અને પેઢીઓના સંબંધોથી કઈ રીતે સંકળાયેલા છે તેની સંપૂર્ણ વિગતો, લેઉવા પટેલ સમાજ દ્વારા હેલ્થકેર એટલે કે, આરોગ્યના સંદર્ભમાં થતી તમામે તમામ પ્રકારની પ્રવૃત્તિઓની સંપૂર્ણ માહિતીઓ તેમજ તમામ અટકોના એકમેક સાથેના સંબંધો અને આપણે જેને સામાન્ય ભાષામાં પરિવારનો આંબો કહીએ છીએ, તે પ્રકારના આંબાના માધ્યમથી અટક અને લોકેશનની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ થશે.

આ ઉપરાંત આગામી સમયમાં આ એપમાં એડ થનારા ફીચર્સના માધ્યમથી સમાજનું કોઈપણ બાળક અથવા કોઈપણ યુવક-યુવતી શિક્ષણના ક્ષેત્રમાં જે કાંઈ વિગતો મેળવવા ઈચ્છશે તે તમામ વિગતો, વિવિધ ક્ષેત્રમાં રોજગારીની તકોના સંદર્ભમાં સંપૂર્ણ વિગતો, લેઉવા પટેલ સમાજ જે-જે વ્યવસાયમાં સંકળાયેલા હોય તે તમામ વ્યવસાય ઉપરાંત અન્ય વ્યવસાયોની માહિતી તેમજ રીયલ એસ્ટેટના ક્ષેત્રમાં સંકળાયેલા તમામ પાસાઓની વિગતો આ એપ અને વેબસાઈટના માધ્યમથી આપ સૌ એક્સેસ કરી શકશો, મેળવી શકશો.

જામનગર લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા બનાવવામાં આવેલી 'ધ પાટીદાર્સ-એલપીએસ' નામની આ એપ્લિકેશન સમાજના પ્રત્યેક સભ્ય માટે તથા સમગ્ર સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે અને વર્તમાનમાં તથા ભવિષ્યમાં આ એપ્લિકેશન સાથે જોડાયેલા સૌ કોઈને એપ્લિકેશનના લાભો મળી શકે તે માટે લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયા દ્વારા સમાજના સર્વે સભ્યોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh