Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા.૧૦ ઃ ખંભાળિયામાં જૂની લોહાણા મહાજન વાડીમાં રઘુવંશી જ્ઞાતિના લગ્નોત્સુક યુવક તથા યુવતીઓનો પરિચય મેળો યોજાયો હતો.
રઘુવંશી સેવા સંસ્થા રઘુવંશી જીવનસાથી પરિચય ગ્રુપના ઉપક્રમે યોજવામાં આવેલા આ પરિચય મેળામાં જુદા જુદા વિસ્તારોમાંથી યુવક, કન્યા તથા તેમના વાલીઓ આવ્યા હતા. આ પ્રસંગે લોહાણા જ્ઞાતિની માતૃ સંસ્થા લોહાણા મહાજન ઉપરાંત સૌરાષ્ટ્ર, ગુજરાતભરના જ્ઞાતિ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વર્તમાન પરિસ્થિતિમાં આ પ્રકારના પરિચય મેળાઓની અનિવાર્યતા સહિતની બાબતે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. પરિચય મેળામાં યુવક-યુવતીઓની માહિતી પુસ્તિકાનું વિમોચન કરાયું હતું.
જ્ઞાતિ અગ્રણી નાનુભાઈ દાવડા, ધીરેનભાઈ બદિયાણી, દિલીપભાઈ વિઠ્ઠલાણી, હસુભાઈ દત્તાણી, અશ્વિનભાઈ છગ, પરેશભાઈ સામાણી, પ્રફુલ્લભાઈ દાસાણી, મહેન્દ્રભાઈ કુંડલીયા તથા તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સંચાલક તરીકે દિલીપભાઈ વિઠ્ઠલાણી, કોર્પોરેટર મહેશભાઈ રાડીયા અને મહાજન કમિટીના નીશીલભાઈ કાનાણી રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag