Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનુપમ ખેર બેસ્ટ એક્ટરની શ્રેણીમાંઃ
જામનગર તા.૧૦ઃ ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ'ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મની એન્ટ્રી હવે ઓસ્કાર એવોર્ડ - ૨૦૨૩માં પણ થઈ ચૂકી છે. આ ફિલ્મ માટે અભિનેતા અનુપમ ખેરને બેસ્ટ એક્ટરની કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ બાબતની જાણ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી.
વર્ષ ૧૯૯૦માં કાશ્મીરમાં હિંદુ પંડિતો પર થયેલા અત્યાચાર, નરસંહાર, પલાયન અને ત્યારપછીની વ્યથાને આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. આ ફિલ્મે ઘણી જ ચર્ચા જગાવી હતી. વિવેક અગ્નિહોત્રીના ડાયરેક્શનમાં બેનલી આ ફિલ્મમાં અભિનેતા અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોશી મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મે ભારતમાં ૨૫૨ કરોડ અને વર્લ્ડવાઈડ માર્કેટમાં ૩૪૧ કરોડની કમાણી સાથે ૨૦૨૨ની સેકન્ડ હાઈએસ્ટ ગ્રોસર હિંદી ફિલ્મ બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્કર એવોર્ડ - ૨૦૨૩માં નોમિનેટ થનારી આ પાંચમી ભારતીય ફિલ્મ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag