Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૦ઃ જામનગરના કંસારા વૈ. પોપટલાલ વાલજીભાઈ પરિવારના મુકુન્દભાઈના જય ગોપાલ બોલાવવાનો ધ્વજબંધ મહામંડ૫ના ધાર્મિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૧૧-૧-ર૩ના મોડી રાત્રે મહામંડપ પ્રસ્થાપિત થશે. તા. ૧ર-૧ના સવારે ૧૦ વાગ્યે ગોપાલલાલ મહારાજની હવેલી, સેન્ટ્રલબેંક પાસે સમાજે બેસવાનું, સાંજે ૬ઃ૩૦ વાગ્યે તેમના નિવાસ સ્થાન ૬૧ દિ. પ્લોટ સામે સામૈયા, કળશ ભરવાના, વૈષ્ણવોનું સ્વાગત-સન્માન, સમાજે બેસવાનું અને ત્યાર પછી મંડપના સ્થળે પ્રસ્થાન, સમાજે બેસવાનું તથા તેલ તિલક, તા. ૧૩-૧ના સવારે ૯ વાગ્યે શ્રૃંગાર દર્શન, સમાજે બેસવાનું, સાંજે પાંચ વાગ્યે મહામંડપના સ્થળે ઉત્થાપન, કુનવારા દર્શન, સમાજે બેસવાનું, તેલ-તિલક, જમુનાજીના પયઃપાન, હીંચ કિર્તન તથા ઢાઢીલીલા, તા. ૧૪-૧ના સવારે ૯ વાગ્યે મહામંડ૫ના દર્શન તથા વિજય આરતી થશે.
તા. ૧૩-૧-ર૩ના બપોરે મહાપ્રસાદ થશે. ધ્વજબંધ મહામંડ૫નો ધાર્મિકોત્સવ સતવારા સમાજની વાડી, પોટરી ગલી, ત્રણ દરવાજા સામે ઉજવવામાં આવશે. વધુ વિગતો માટે ભાવિનભાઈ મુકુન્દભાઈ સોલંકી (૯૧૦૬૭ ૭૨૭૦૪), પરેશભાઈ જેન્તીભાઈ સોલંકી (૯૮૨૪૩ ૩૫૭૯૯), કલ્પેશભાઈ સોલંકી (૯૮૨૪૩ ૩૫૭૯૯), કલ્પેશભાઈ સોલંકી (૯૩૨૮૧ ૦૬૫૩૭)નો સંપર્ક કરવા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag