Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તત્કાળ સુનાવણીના ઈન્કાર પછી ૧૬ જાન્યુઆરીની મુદ્ત પડી
જોશીમઠ તા. જોશીમઠમાં બે હોટલો તોડી પાડવા આજે બુલડોઝર સાથે એસડીઆરએફ તૈનાત કરાવ્યાના અહેવાલ છે. બીજી તરફ સુપ્રિમ કોર્ટે આ મુદ્દે તત્કાળ સુનાવણીનો ઈન્કાર કરી ૧૬ મી તારીખ આપી હોવાના અહેવાલો છે. આ ઉપરાંત મિશ્રા સમિતિની વર્ષ ૧૯૭૬ ની ભલામણો પણ ચર્ચામાં છે.
ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી રહી છે. સોમવારે કેન્દ્રની એક ટીમે અહીં પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન આજે એક્સપર્ટ તરફથી હોટલ મલારી ઈન અને હોટલ માઉન્ટ વ્યૂને અસુરક્ષિત જાહેર કરાયા પછી એને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બુલડોઝર સાથે ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એને તોડી પાડવાનું કામ સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
બે હોટલ મલારી ઈન અને હોટલ માઉન્ટ વ્યૂ તોડી પાડવામાં આવશે. એસડીઆરએફના કમાન્ડન્ટ મણિકાંત મિશ્રાએ કહ્યું હતું કે, આજે ટીમે હોટલ મલારી ઈનને તોડી પાડવાનો નિર્ણય કર્યો છે. પહેલા ઉપરનો ભાગ તોડી નાખવામાં આવશે. બન્ને હોટલ એકબીજાની ખૂબ નજીક આવી ગઈ છે. તેમની આસપાસ ઘરો છે, તેથી એને તોડી પાડવી જરૃરી છે. જો હોટલ વધુ ધસી પડશે તો એ પડી જશે. એસડીઆરએફ તહેનાત કરવામાં આવી છે. લાઉડસ્પીકર દ્વારા લોકોને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવી રહ્યું છે.
બીજી તરફ સુપ્રિમ કોર્ટે જોશીમઠ કેસ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો હતો. જોશીમઠ મામલે કેસની સુનાવણી ૧૬ જાન્યુઆરીએ કરવામાં આવશે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે દરેક કેસની સુનાવણી ઝડપથી થઈ શકતી નથી. આ બાબતો માટે લોકતાંત્રિક સંસ્થાઓ છે, જે કામ કરી રહી છે.
એનટીપીસી એ એક નિવેદનમાં કહ્યું, 'એનટીપીસી દ્વારા બનાવામાં આવેલી ટનલ જોશીમઠનગરની નીચેથી પસાર થતી નથી. આ ટનલ એક ટનલ બોરિંગ મશીન દ્વારા ખોદવામાં આવી હતી અને હાલમાં કોઈ બ્લાસ્ટિંગ કરવામાં આવ્યા નથી.'
જોશીમઠના મકાનોમાં તિરાડો ૧૩ વર્ષ પહેલા શરૃ થઈ હતી. હિમાલયના ઈકો-સેન્સિટિવ ઝોનમાં સ્થિત જોશીમઠ, બદ્રીનાથ, હેમકુંડ અને ફૂલોની ખીણ સુધી જવાનો એન્ટ્રી પોઈન્ટ માનવામાં આવે છે. વાડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજીએ તેના સંશોધનમાં કહ્યું હતું કે, ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં આવતા મોટાભાગના ગામો ગ્લેશિયર પર વસે છે, જ્યાં આજે વસાહતો છે, ત્યાં એક સમયે હિમનદીઓ હતી. આ હિમનદીઓની ટોચ પર લાખો ટન ખડકો અને માટી જમા થાય છે. લાખો વર્ષો પછી ગ્લેશિયરનો બરફ પીગળે છે અને માટી પર્વત બની જાય છે.
છેક ૧૯૭૬ માં ગઢવાલના તત્કાલિન કમિશનર એમ.સી. મિશ્રાની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ કહ્યું હતું કે, જોશીમઠનો વિસ્તાર પ્રાચીન ભૂસ્ખલન વિસ્તારમાં આવે છે. આ શહેર પર્વત પરથી નીચે આવેલા પથ્થર અને માટીના ઢગલા પર બાંધવામાં આવ્યું છે, જે ખૂબ જ અસ્થિર છે. કમિટીએ આ વિસ્તારમાં ઢોળાવ પર ખોદકામ કે બ્લાસ્ટિંગ કરીને કોઈ મોટા પથ્થરો ન કાઢવાની ભલામણ કરી હતી. જોશીમઠના પાંચ કિલોમીટરની અંદર કોઈપણ બાંધકામનો કાટમાળ ફેંકવો ન જોઈએ એવું પણ કહેવામાં આવ્યું હતું. એ પછી વર્ષ ર૦૦૬ માં પણ કોઈ નવો રિપોર્ટ આવ્યો હતો, પરંતુ કોઈ સરકારે ધ્યાન નહીં દેતા આ સ્થિતિ ઊભી થઈ હોવાના અહેવાલો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag