Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઝીરો કોવિડ પોલિસીમાં છૂટછાટ ભારે પડીઃ
બેઈજીંગ તા. ૧૦ઃ ચીનના હેનાન પ્રાન્તની અંદાજે ૧૦ કરોડની વસતિમાંથી ૮ કરોડ લોકોને સંક્રમણ થયું હોવાના અહેવાલો છે, તો બીજી તરફ ચીને ઝીરો કોવિડ પોલિસીમાં ફેરફાર કર્યા પછી સંક્રમણ વધી રહ્યું છે. ચીનના યુવાવર્ગમાં ફેલાયલો ભ્રમ પણ ખતરનાક બની શકે છે.
ચીનના હેનાન પ્રાન્ત હેરાન-પરેશાન છે, કારણ કે ચીનના ત્રીજા સૌથી વધુ વસતિ ધરાવતા આ પ્રાન્તમાં લગભગ ૯૦ ટકા લોકો અત્યાર સુધીમાં કોવિડ ૧૯ થી સંક્રમિત થયા છે.
સેન્ટ્રલ હેનાન પ્રાન્તના હેલ્થ કમિશનના ડાયરેક્ટર કાન ફ્વાંચેંગે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે પ્રાન્તમાં કોવિડ ચેપનો દર ૯૮.૦ ટકા છે. ચીનના હેનાન પ્રાન્તમાં લગભગ ૯ કરોડ ૯૪ લાખ લોકો રહે છે. આંકડા દર્શાવે છે કે, હેનાનમાં અત્યાર સુધીમાં લગભગ ૮ કરોડ ૮પ લાખ લોકોને ચેપ લાગવાની આશંકા છે. ૧૯ ડિસેમ્બરે વધુ દર્દીઓ ચેકઅપ માટે ક્લિનિક્સ પહોંચ્યા હતાં. ચીનની વિવાદાસ્પદ ઝીરો કોવિડ પોલિસીમાં છૂટછાટ પછીથી કોરોનાના કેસમાં ઝડપથી વધારો થયો છે.
આ પછી ચીને મોટા પાયે પરીક્ષણને દૂર કરવાનો નિર્ણય કર્યો, જેનાથી દેશની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. બેઈજીંગે રવિવારે તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે તેના દરવાજા ખોલ્યા અને અર્ધ-સ્વાયત્ત દક્ષિણ શહેર હોંગકોંગ સાથે તેની સરહદ ખોલવાનો નિર્ણય કર્યો. દેશમાં હવે ખતરનાક સ્થિતિ ઊભી થઈ રહી છે, કારણ કે હવે કોરોના વાયરસના યુવાનોમાં એવો ભ્રમ ફેલાયો છે કે, જો તેઓ કોરોનાથી સંક્રમિત થાય છે, તો તે તેમની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે જે કોરોના સામે લડી શકે છે.
પ્રિ-હોલિડે ટ્રાવેલના પ્રથમ તરંગમાં સત્તાવાર આંકડા દર્શાવે છે કે, શનિવારે ૩૪.૭ મિલિયન લોકોએ સ્થાનિક રીતે મુસાફરી કરી હતી. રાજ્ય મીડિયા અનુસાર ગયા વર્ષની સરખામણીમાં આ ત્રીજા કરતા વધુ હતું. ડેટા દર્શાવે છે કે, ગયા અઠવાડિયે ૧ કરોડ, ર૦ લાખ લોકો સંક્રમિત થયા હતાં, જ્યારે ૩૦ લોકોના મોત થયા હતાં. આ પ્રકારની ભ્રમણા તથા સરકારની અયોગ્ય નીતિઓના કારણે માત્ર ચીન જ નહીં, તેના કારણે અન્ય દેશોમાં પણ ગભરાટ ઊભો થઈ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag