Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂતકાળમાં અડવાણીની રથયાત્રા નીકળી હતી, તેની સાથે કરી સરખામણી
નવી દિલ્હી તા. ૧૦ઃ પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા શત્રુઘ્નસિંહાએ રાહુલ ગાંધીની પદયાત્રાને આવકારીને તેને વડાપ્રધાન પદના ભવિષ્યના ઉમેદવાર ગણાવ્યા છે.
ભૂતકાળમાં ભાજપમાંથી કેન્દ્રિય મંત્રી અને તે પછી કોંગ્રેસમાં રહેલા ફિલ્મ અભિનેતા શત્રુઘ્નસિંહાએ રાહુલ ગાંધીની પદયાત્રાને આવકારીને તેને ભૂતકાળમાં ભાજપના નેતા એલ.કે. અડવાણીની સોમનાથથી અયોધ્યા માટે નીકળેલી રથયાત્રા સાથે સાંકળી હતી. તે સમયે અડવાણીની રથયાત્રા પછી દેશમાં ભાજપ તરફી જુવાળ ઊભો થયો હતો અને તે પછી અયોધ્યામાં રામમંદિર બનાવવાની માંગણી વધુ તીવ્ર બની હતી.
શત્રુઘ્નસિંહાએ કહ્યું કે, રાહુલ ગાંધીની પદયાત્રાને ઠેર-ઠેર આવકાર મળી રહ્યો છે, અને જંગી જનમેદની તેની સાથે જોડાઈ રહી છે. તે જોતા તેઓ દેશમાં સત્તાપરિવર્તન પછી દેશના વડાપ્રધાન બનવાની ક્ષમતા ધરાવે છે અને આગામી ચૂંટણીમાં તેઓ વડાપ્રધાન પદ માટે વિપક્ષનો ચહેરો બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag