Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલીક ખેતપેદાશોના ખેડૂતોને મળી રહ્યા છે સારા ભાવ
જામનગર તા. ૧૦ઃ જામનગર ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ (હાપા માર્કેટ) યાર્ડમાં ગઈકાલે ડુંગળી, લસણની મબલખ આવક થવા પામી હતી. તો આજે સિઝનમાં પ્રથમ વખત નવા જીરૃની આવકનો પ્રારંભ થતાં હરાજીમાં ઊંચો ભાવ બોલાયો હતો. ગઈકાલે લસણની ૩૩૭૧ ગુણી એટલે કે ૧૦,૧૧૩ મણની આવક થવા પામી હતી. જેનો એક મણનો ભાવ ૮૦ થી ૬પ૦ નો બોલાયો હતો. તો ડુંગળી પપ૦૦ ગુણી એટલે કે ૧૬,પ૦૦ મણની આવક થવા પામી હતી અને હરાજીમાં તેનો ભાવ રૃા. પ૦ થી ર૦૦ નો ભાવ બોલાયો હતો. જ્યારે અજમાની ૧૭૪૬ ગુણી (પર૩૮ મણ) ની આવક થતા તેનો ભાવ હરાજીમાં રર૦૦ થી પ૭૦૦ નો બોલાયો હતો. મરચા (સૂકા) ની ૪૭પ ગુણી (૮૩૧ મણ) ની આવક થઈ હતી અને હરાજીમાં ભાવ રૃા. ૧ર૦૦ થી ર૮૦૦ નો બોલાયો હતો.
આજે જામનગર માર્કેટ યાર્ડમાં સિઝનમાં પ્રથમ વખત નવા જીરૃની આવક થઈ હતી અને હરાજીમાં એક મણનો ભાવ રૃા. ૧૬,પ૦૧ નો બોલાયો હતો. ભંડારીયા (દેવભૂમિ દ્વારકા) ગામના ખેડૂત સુબાભાઈ ભોજાભાઈ કનારા નામના ખેડૂત આ જીરૃનો પાંચ ગુણી જથ્થો લઈને આવ્યા હતાં. જેની રાજેશ બ્રધર્સવાળા વિનુભાઈએ ખરીદી કરી હતી. જેના કમિશન એજન્ટ તરીકે અખંડ એન્ટરપ્રાઈઝ હતી. આમ યાર્ડમાં ખેડૂતોને ઉપજના સારા ભાવો મળી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag