Advertisement
Author: નોબત સમાચાર

જામરાવલ નગરપાલિકામાં વીપીપીના સભ્યોએ ભાજપના ટેકાથી કરી અવિશ્વાસની દરખાસ્ત

કલ્યાણપુર તાલુકાની એકમાત્ર નગરપાલિકામાં ભડકો

ખંભાળીયા/રાવલ તા. ૧૦ઃ કલ્યાણપુર તાલુકાની એકમાત્ર રાવલ નગર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત થતા હલચલ મચી ગઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરની ચૂંટણીમાં બે ધારાસભ્યો ભાજપના જીતતા તથા મૂળુભાઈ બેરા રાજ્યના કેબિનેટ મંત્રી થતા તેની અસર નગર પાલિકાના રાજકારણમાં પડી હોય તેમ તાજેતરમાં ભાણવડની કોંગ્રેસ શાસિત નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસ અને ભાજપની બહુમતિથી ઠરાવો નામંજુર થયા હતાં. તે પછી વધુ એક અસર જામકલ્યાણપુર તાલુકાના જામરાવલ ન.પા. ને થઈ છે. અહીં સત્તાધારી જૂથ દ્વારા ભાજપના ટેકાથી પ્રમુખ, ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત જિલ્લા કલેક્ટરને રજુ કરતા સ્થાનિક રાજકારણમાં ભારે ચકચાર જાગી છે.

ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં પાલિકાની ચૂંટણી જામરાવલ નગરપાલિકાની થઈ હતી ત્યારે સ્થાનિકોએ વીપીપી વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના નામથી સ્થાનિક પક્ષ બનાવીને લડીને બહુમતિ પ્રાપ્ત કરી હતી તથા વીપીપીની સત્તા આવી હતી તથા મનોજભાઈ રામશીભાઈ જાદવ પાલિકા પ્રમુખ તથા લીલુબેન વિજયભાઈ સોલંકી ઉપપ્રમુખ થયા હતાં પણ વીપીપીના જ પાલિકા સદસ્ય જાદવ લલીતભાઈ લખમણભાઈએ પાલિકાના ૨૪માંથી ૧૭ સભ્યો જેમાં ભાજપના પણ સાત સદસ્યો છે તેમના સર્મથનથી પાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી છે.

અવિશ્વાસની દરખાસ્તમાં કારણો જણાવ્યા છે તેમાં પ્રમુખ તથા ઉપપ્રમુખ દ્વારા પાલિકાના સદસ્યો સાથે સંકલનમાં રહીને કામ થતું ના હોય વિશ્વાસમાં ન લેવાતા હોય તથા સદસ્યોને જાણ કે વિશ્વાસ વગર સરકારની ગ્રાન્ટ મનફાવે તેમ બિનજરૃરી કામો પાછળ ખર્ચવામાં આવતી હોય પાલિકામાં બિનજરૃરી વાહનો લઈને ભ્રષ્ટાચાર થતો હોય તથા ઘનકચરાનો નિકાલ બારોબાર થતો હોવાની આશંકા વ્યક્ત કરીને તાકીદે અવિશ્વાસની દરખાસત મંજુર કરવા બેઠક બોલાવવા જણાવાયું છે.

સત્તર પાલિકાના સભ્યોની સંયુક્ત સહીઓ સાથે જિલ્લા કલેક્ટર, દ્વારકા પ્રાંત અધિકારી, નગરપાલિકા પ્રાદેશિક નિયામક રાજકોટ તથા ચીફ ઓફિસરને આ અવિશ્વાસની દરખાસ્ત મોકલવામાં આવી છે.

વ્યવસ્થા પરિવર્તન પાર્ટી જામરાવલમાં વિકાસ કરવામાં નિષ્ફળ ગઈ હોય આજ પાર્ટીના સદસ્યોએ હવે ભાજપના સર્મથન સાથે પ્રમુખ, ઉપપ્રમુખને હોદ્દા પરથી હટાવવા અવિશ્વાસ દરખાસ્ત રજુ કરતા ભારે ચર્ચા જાગી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ધારાસભ્યની ચૂંટણીમાં દ્વારકાના વિજેતા પબુભા માણેક કરતા જામ રાવલમાંથી કોંગ્રેસને લીઢ મળી હતી તો આગામી ફેબ્રુઆરીમાં દ્વારકા જિલ્લાની દ્વારકા સલાયા તેમજ ભાણવડ પાલિકાની ચૂંટણી આવનાર છે.

બીજી તરફ નગરપાલિકાના પ્રમુખને વિશ્વાસ છે કે તેમના વિરૃદ્ધ થયેલી આ અવિશ્વાસની દરખાસ્ત મતદાન સમયે પસાર નહીં થઈ શકે અને ઉડી જશે. કારણ કે તેમનો એવો દાવો છે કે આ પહેલાં પણ આ પ્રકારના બે પ્રયાસો નિષ્ફળ ગયા છે અને આ વખતે પણ તેવું જ થશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh