Advertisement
Author: નોબત સમાચાર

બેલ્જિયમના બ્રસેલ્સમાં આતંકી હુમલામાં બે ના મોતઃ બદલો લેવાની કેફિયતનો વીડિયો

યુરોપના દેશોમાં એલર્ટ જાહેરઃ ફૂટબોલ મેચ સ્થગિત

બસેલ્સ તા. ૧૭ઃ બેલ્જિયમના બ્રસેલ્સમાં આઈએસઆઈએસ આતંકીના હુમલામાં બે ના મોત થયા છે. તેમજ યુરોપના અનેક દેશોમાં એલર્ટ અપાયું છે અને ફૂટબોલ મેચ થંભાી દેવાયો છે.

એલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં કટ્ટરવાદીએ ખુલ્લેઆમ ગોળીબાર કરીને બે લોકોની હત્યા કરી નાખી. આ પછી તે બૂમો પાડતો રહ્યો કે, 'હું આઈએસઆઈએસનો છું.' સોમવારે રાત્રે થયેલા ફાયરીંગમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતાં, જ્યારે ઘણાં લોકો ઘાયલ પણ થયા હતાં. હુમલાખોરે એક વીડિયો મેસેજ પણ રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે ધર્મના નામે બદલો લેવાની વાત કરી હતી.

વીડિયોમાં તેમણે કહ્યું કે, 'મારૃ નામ અબ્દેસલામ અલ ગિલાની છે અને હું અલ્લાહનો ફાઈટર છું. હું ઈસ્લામિક સ્ટેટનો છું. જેઓ આપણને પ્રેમ કરે છે તેઓને પણ આપણે પ્રેમ કરીએ છીએ. અમે નફરત કરનારાઓને નફરત કરીએ છે. આપણે આપણા ધર્મ માટે જીવીએ છીએ અને આપણા ધર્મ માટે મરીએ છીએ. તમારા ભાઈએ મુસ્લિમના નામે બદલો લીધો. મેં ત્રણ સ્વિડિશને મારી નાખ્યા છે. અલહમદુલિલ્લાહ. જેમને મેં અન્યાય કર્યો છે, તેઓએ મને માફ કરી દેવું જોઈએ અને હું બધાને માફ કરૃ છું.'

આ હુમલાની તપાસ આતંકવાદી એંગલથી કરવામાં આવી રહી છે. યુરોપના ઘણાં દેશોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ફ્રાન્સમાં પણ સુરક્ષા સઘન કરવામાં આવી છે. બ્રસેલ્સ પોલીસનું કહેવું છે કે, આ હુમલાને ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી. આ હુમલા પછી બ્રસેલ્સને એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને બેલ્જિયમ અને સ્વીડન વચ્ચે ચાલી રહેલી ફૂટબોલ મેચ પણ રોકી દેવામાં આવી છે. બ્રસેલ્સે સુરક્ષાને સ્તર ૪ સુધી વધારી છે અને લોકોને ઘરની અંદર રહેવા કહ્યું છે.

બેલ્જિયમના વડાપ્રધાને કહ્યું, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. લોકોને સાવચેત રહેવા પણ કહેવામાં આવ્યું છે. તેણે કહ્યું કે તે આતંકવાદ સામે લડવા માટે ના નજીકના સહયોગીઓના સંપર્કમાં પણ છે. ઘણાં વીડિયો વાયરસ થઈ રહ્યા છે જેમાં જોઈ શકાય છે કે હુમલાખોર સ્કુટર પર આવે છે અને અચાનક બંદૂક કાઢીને ફાયરીંગ શરૃ કરી દે છે. તમને જણાવી દઈએ કે સ્વીડનમાં કુરાન સળગાવવાની ઘટનાઓ પછી જેહાદ્દીઓએ આતંકી હુમલાની ધમકી આપી હતી. આ પછી એલર્ટ કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh