Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં રૃા. પ૭ હજાર કરોડનું પ્રાવધાન

અત્યાર સુધીમાં રૃા. ૪૮ હજાર કરોડના ર.૮૪ લાખ કામને મંજુરી અપાઈ છેઃ

ગાંધીનગર તા. ૧૭ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી જનજીવન સુખાકારીમાં વૃદ્ધિ માટેનું એક મહત્ત્વપૂર્ણ કદમ ભરીને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વધુ ત્રણ વર્ષ લંબાવવાનો નિર્ણય કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં વધતા જતા શહેરીકરણને પગલે શહેરીજનોની માળખાકીય સુવિધાઓ-જરૃરિયાત પૂર્ણ કરવાના હેતુથી ગુજરાતની સ્થાપનાના પ૦ વર્ષની ઉજવણીના સ્વર્ણિમ જયંતી અવસરે ર૦૦૯-૧૦ માં તત્કાલિન મુખ્યમંત્રી તરીકે આ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૃ કરાયેલી છે. આ યોજનામાં ભૌતિક આંતર માળખાકીય સુવિધા અન્યે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, જળસંચય અને લેક બ્યુટીફિકેશનના કામો, શહેરી સડકના કામો, પાણી પુરવઠા ગટર-વ્યવસ્થાના કામો તેમજ સ્ટ્રીટ લાઈટના કામો વગેરે માટે નગરો-મહાનગરોમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. એટલું જ નહીં, સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અન્વયે અર્બન હેલ્થ સેન્ટર, હોસ્પિટલ, આંગણવાડી, લાઈબ્રેરી કે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ સહિતની સુવિધાઓના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અર્બન મોબિલિટી અંતર્ગત આ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી શહેરી બસસેવા, ટ્રાફિક મેનેજમેન્ટ, રેલવે ઓવરબ્રિજ, અંડર બ્રિજ, રિંગ રોડ, ફ્લાય ઓવર બ્રિજ અને અંડરપાસ જેવા કામો હાથ ધરી શકાય ે. આ ઉપરાંત શહેરની આગવી ઓળખ ઊભી થાય તેવા કામોમાં હેરિટેજ એન્ડ ટુરિઝમ, એક્ઝિબિશન હોલ, પંચશક્તિ થીમ આધારીત ટ્રાફિક આઈલેન્ડ્સ, રીવરફ્રન્ટ, વોટર બોડી, લેન્ડસ્કેપિંગ, સાયન્સ સેન્ટર, પ્લેનેટોરિયમ, મ્યુઝિયમ, એમ્ફી થિયેટર, વગેરેના કામોનો પણ આ યોજનામાં સમાવેશ કરવામાં આવેલો છે.

રાજ્ય સરકારે નગરો-મહાનગરોમાં આવા અંદાજે ર લાખ ૮૪ હજારથી વધુ કામો માટે રૃપિયા ૪૮ હજાર ૭૩૬ કરોડ અત્યાર સુધીમાં મંજુર કર્યા છે. આ ફ્લેગશીપ યોજના માટે અત્યાર સુધીમાં પ૭ હજાર કરોડનું બજેટ પ્રાવધાન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજનાને મળી રહેલા વ્યાપક લોક સમર્થન તેમજ નગર સુખાકારીના વિવિધ કામોમાં યોજનાના લાભોની જરૃરિયાત સંદર્ભમાં આ ફ્લેગશીપ યોજના વધુ ત્રણ વર્ષ ચાલુ રાખવાનો સ્તૃત્ય નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ જન હિતકારી નિર્ણયને પરિણામે હવે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના વર્ષ ર૦ર૪-રપ થી ર૦ર૬-ર૭ સુધીના વધુ ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh