Advertisement
Author: નોબત સમાચાર

જ્ઞાનસહાયકની ભરતી રદ કરી કાયમી શિક્ષકો નિમોઃ કોંગ્રેસ

શિક્ષણમંત્રીને ઉદ્દેશીને લખાયેલું આવેદનપત્ર કલેકટરને સુપ્રત

જામનગર તા. ૧૭ઃ જ્ઞાન સહાયકની ભરતી રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે આજે શિક્ષણ મંત્રીને ઉદ્દેશીને લખવામાં આવેલા આવેદનપત્ર જામનગર જિલ્લા કલેકટરને પાઠવવામાં આવ્યું હતું.

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય વકિલ આનંદ એન. ગોહિલની આગેવાનીમાં આજે શિક્ષણ મંત્રીને ઉદ્દેશીને લખવામાં આવેલા આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવાયું હતું. જેમાં એવી રજુઆત સાથે માંગણી કરવામાં આવી છે કે, સરકાર દ્વારા જ્ઞાન સહાયક ભરતી માટે કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. જેમાં ૧૧ માસના કરારથી શિક્ષક લેવામાં આવે છે. આ ભરતી પ્રક્રિયા રદ કરવી જોઈએ, અને કાયમી શિક્ષક તરીકે ભરતી કરવી જોઈએ.

જ્ઞાન સહાયકની ભરતીથી (ટેટ-ટાટ) પાસ ઉમેદવારો કાયમી ભરતીની આશાએ બેઠા છે અને મહેનત કરીને પરીક્ષા પાસ કરી છે. તેમને ૧૧ માસ માટે જ કરાર આધારિત ભરતી કરવાથી શિક્ષકોને પારાવાર હાની થશે.

જ્ઞાન સહાયકમાં રજાનો પગાર મળશે નહીં ભથ્થા મળશે નહીં આમ તેમનું શોષણ થઈ રહ્યું છે. કાયમી શિક્ષકને ૩૧ હજારનો પગાર જ્યારે કરાર આધારિત શિક્ષકને ર૧ હજારનો પગાર મળશે, જે નુકસાનકર્તા છે.

આ આવેદનપત્ર પાઠવતા સમયે મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, જૈનબબેન ખફી, યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સહારાબેન મકવાણા, એન.એસ.યુ.આઈ. ગુજરાતના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, યુવક કોંગ્રેસના પ્રદેશ મંત્રી શક્તિસિંહ જેઠવા, સુભાષ ગુજરાતી સહિતનાઓ જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh