Advertisement
Author: નોબત સમાચાર

અરવિંદ એન્ડ કાું. શીપીંગ એજન્સી નેશનલ સ્ટોક એક્સચેન્જના ટોપ ટેનમાંઃ ગુજરાતમાં દ્વિતીય

એમએચએમઈ કેટેગરીમાં કંપનીની અનોખી સિદ્ધિઃ જામનગરનું ગૌરવ

જામનગર તા. ૧૭ઃ જામનગરની પ્રખ્યાત અરવિંદ એન્ડ કાું. શીપીંગ એજન્સી લિ.નો ઈસ્યુ રૃા. ૧૪.૭૪ કરોડનો હતો જેની સામે કંપનીને ખૂબ જ અદ્ભુત પ્રતિસાદ મળતા રૃા. પ૩૦૦.૮૦ કરોડ જેટલી માતબર રકમ સાથે ૩૭૯ ગણો સમસ્કાઈબ થયેલ છે. આ સાથે જ નેનલ સ્ટોક એક્સચેન્જ પર એસએમઈ કેટેગરીમાં અત્યાર સુધીમાં આવેલા ઈસ્યુમાં રાષ્ટ્રીય કક્ષાએ ટોપ ૧૦ અને ગુજરાતમાં બીજા નંબરનો સૌથી વધુ ભરાયેલ ઈસ્યુ બન્યો છે અને જામનગર માટે પણ ગૌરવરૃપ બન્યો છે.

જામનગરની અરવિંદ એન્ડ કાું. શીપીંગ એજન્સી લિ. જે શીપીંગ તથા હોટલ બિઝનેસ સાથે જોડાયેલ છે. ઉપરોક્ત કંપની આર્કેડિયા ગ્રુપની એક કંપની છે કે જેના ફાઉન્ડર અરવિંદભાઈ કાંતિલાલ શાહ કે જેઓ નામાંકીત બિઝનેસ ગ્રુપના ડાયરેક્ટર છે. આ કંપનીના પ્રમોટર તરીકે વીનિત અરવિંદભાઈ શાહ, શ્રીમતી પારૃલ અરવિંદ શાહ તથા ચિંતન અરવિંદ શાહ કે જેઓ ગ્રુપ કંપનીઓના બિઝનેસ સંભાળે છે અને કંપની દિવસે દિવસે પ્રગતિના શિખર શર કરે છે.

જામનગર સ્થિત આ કંપની ૧૯૮૭ માં રચાઈ હતી. કંપની મુખ્યત્વે ચાર્ટરિંગ બિઝનેસમાં સંકળાયેલી છે. કંપનીની ચાર્ટરિંગ પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે કમર્શિયલ હેતુઓ માટે બાર્જીસ ચાર્ટરિંગ કરવાનો સમાવેશ થાય છે. તેની વ્યાપક બાર્જ ચાર્ટરિંગ સેવાઓમાં ગ્રાહકોની ચોક્કસ આવશ્યક્તાઓને પહોંચી વળવા માટે તૈયાર વિકલ્પોની શ્રેણીનો સમાવેશ થાય છે. આ સેગમેન્ટમાં અંતિમ ઉપભોક્તાઓ બાંધકામ કંપનીઓ છે, જેમને મોટે ભાગે ભારે ઉપકરણો, બાંધકામ સામગ્રીઓ અથવા કર્મચારીઓનું પાણીમાં સ્થિત બાંધકામ સાઈટ્સથી આવવા-જવા માટે પરિવહન કરવા બાર્જીસની આવશ્યક્તા રહે છે. બાર્જીસ બાંધકામ પ્રોજેક્ટોને ટેકો આપવા માટે રેતી, ગેવલ, સિમેન્ટ, સ્ટીલ અથવા મશીનરી જેવી સામગ્રીઓના પરિવહન માટે ઉપયોગ કરાઈ છે.

આ કંપનીએ હાલમાં જ ગુજરાતના જામનગર આસપાસમાં સ્થિત હોટેલ મિલેનિયમ પ્લાઝા અને હોટેલ ૯૯૯ સાથે હોસ્પિટાલિટી વેપારમાં પણ પ્રવેશ કર્યો છે. હાલ, કંપની પ બાર્જીસ ધરાવે છે. કંપનીએ નાણાકીય વર્ષ ર૦ર૧ માં આર્કેડિયા સુમે બાર્જ, ર૦રર માં કેબી-ર૬ અને કેબી-૩ર બાર્જ અને ર૦ર૩ માં આર્કેડિયા મિનિકા બાર્જ ખરીદીને બાર્જીસના ચાર્ટરિંગમાં સાહસ ખેડ્યું છે. ઉપરાંત, કંપનીએ ઈસ્યુની રકમમાંથી આર્કેડિયા પાર્શ્વ અને અનંતા નામે ર વધુ બાર્જીસ પ્રાપ્ત કરવાની યોજના બનાવી છે.

આ કંપનીએ રૃા. ૧૪.૭૪ કરોડ ભેગા કરવા શેર દીઠ રૃા. ૪પ રૃા. ૩પ ના પ્રિમિયમ સહિત) ની નિશ્ચિત કિંમતે પ્રત્યેક રૃા. ૧૦ ના ૩ર,૭૬,૦૦૦ ઈક્વિટી શેરોની તેની ઈનિશિયલ પબ્લિક ઓફર (આઈપીઓ) લાવી હતી. ઈશ્યુ ૧ર ઓક્ટોબર ર૦ર૩ થી ૧૬ ઓક્ટોબર ર૦ર સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. કંપનીના શેરો નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) અને તેના એસએમઈ ઈમર્જ મંચ પર લિસ્ટેડ થશે. ઈશ્યુની લીડ મેનેજર બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ છે અને સ્કાયલાઈન ફાઈનાન્શિયલ સર્વિસીસ પ્રા.લિ. ઈશ્યુની રજિસ્ટ્રાર છે જ્યારે એડવાઈઝર ટુ ધી ઈસ્યુ સી.એ. સર્વેશ ગોહિલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh