Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે દારૃ, ટ્રક, ત્રણ મોબાઈલ સહિત અગિયાર લાખનો મુદ્દામાલ કબજે કર્યાેઃ
જામનગર તા. ૧૭ઃ ત્યાંથી વેચાણ માટે રાખવામાં આવેલી અંગ્રેજી શરાબની નાની મોટી ૨૦૦૪ બોટલ મળી આવી હતી. તે જથ્થો જેમાં લાવવામાં આવ્યો હતો તે ટ્રક સહિતનો રૃા.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. ચાર શખ્સ ઝડપાઈ ગયા છે. સપ્લાયર તથા રિસિવરના નામ ખૂલ્યા છે. નૂરી ચોકડી પાસેથી એક શખ્સ છ બોટલ સાથે અને વૃંદાવન પાર્ક પાસેથી એક બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા એસટી ડિવિઝન નજીક સોસાયટીમાં એક મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની અને ત્યાંથી શરાબનું વેચાણ કરાતું હોવાની બાતમી સિટી-એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના યોગેન્દ્રસિંહ, મહિપાલસિંહ, આર.એ. જાડેજાને મળતા પીઆઈ એન.એ. ચાવડાને વાકેફ કરાયા પછી પીએસઆઈ બી.એસ. વાળાના વડપણ હેઠળ ગઈકાલે પોલીસ ટીમે ગુરૃદત્ત સોસાયટીમાં રમેશ સતવારાના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ મકાનની તલાશી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૪૭૬ મોટી બોટલ, ૫૨૮ નાની બોટલ મળી આવી હતી. આ જથ્થો નવી સાધના કોલોનીમાં રહેતા મહેન્દ્ર રતીલાલ રાયઠઠ્ઠા ઉર્ફે બાડા તથા શિતલધામ સોસાયટીમાં રહેતા સંદીપ રાજેશભાઈ સોમૈયા નામના શખ્સે મંગાવ્યો હોવાની વિગત ખૂલી છે. પોલીસે સ્થળ પરથી સંદીપ, મહેન્દ્ર તેમજ દિલપેશ રમેશ નકુમ, રમેશ જેરામ નકુમ નામના ચાર શખ્સની ધરપકડ કરી છે.
આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ જીજે-૧-ડીટી ૧૨૭૦ નંબરના ટ્રકમાં તે જથ્થો મંગાવ્યાની અને ભાણવડના રાજેશ રબારીએ તેની સપ્લાય કર્યાની અને સાધનાકોલોનીમાં રહેતા અભય મુકેશભાઈ બદિયાણી ઉર્ફે શેરા નામના શખ્સ ેતે જથ્થો મંગાવી આપ્યાની કબૂલાત કરી છે. પોલીસે શરાબની નાની મોટી ૨૦૦૪ બોટલ, ટ્રક, ત્રણ મોબાઈલ મળી કુલ રૃા.૧૧,૨૬,૯૨૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરની નૂરી ચોકડી પાસેથી ગઈકાલે સાંજે પસાર થતાં વૈશાલીનગરમાં રહેતા નિઝામ વસીમભાઈ ભડાલા ઉર્ફે બળા નામના શખ્સને સિટી એ ડિવિઝનના સ્ટાફે શકના આધારે રોકાવી ચેક કરતા આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની છ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ કબજે કરી નિઝામની ધરપકડ કરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર વૃંદાવન પાર્ક પાસેથી ગઈકાલે સવારે જઈ રહેલા હેમત વીરભાણભાઈ રાજાણી નામના શખ્સને રોકી પોલીસે ચેક કરતા તેના કબજામાંથી શરાબની બોટલ મળી આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial