Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ તા. ૧૭ઃ ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સીલ (જીજેસી) જે જ્વેલરી ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ અને નિકાસકારોને એકસાથે એક ફલક ઉપર લાવે છે, તેમણે આજે અમદાવાદમાં જ્વેલરી શોપીંગ ફેસ્ટિવલના શુભારંભની ઘોષણા કરી હતી.
૧૫ ઓક્ટોબરથી ૨૨ નવેમ્બર દરમ્યાન દેશના ૩૦૦ શહેરમાં આ ફેસ્ટિવલ યોજાશે. ડિવાઈન સોલિટેર્સ આ ઈવેન્ટના 'પાવર્ડ બાય' સ્પોન્સર્સ છે.
આ ફેસ્ટિવલ બી૨બી અને બી૨સી સેગમેન્ટ બંને માટે લાભદાયક રહેશે. જેમાં બિઝનેસના માલિકો એનરોલમેન્ટ ફી ચૂકવીને તેમના માટે ઉપલબ્ધ સબસ્ક્રીપ્શન પ્લાનમાંથી એક પસંદ કરી ફેસ્ટિવલમાં ભાગ લઈ શકે છે. રૃા. ૨૫૦૦૦ની કિંમતની કોઈપણ ખરીદી ઉપર એક નિશ્ચિત કૂપન અને લિમિટેડ એડિશનનો વિશેષ ચાંદીનો સિક્કો પ્રાપ્ત કરી શકાશે. વિજેતાઓને ૩૫ કરોડ રૃપિયાના દાગીના મળશે.
૫૦૦૦ કૂપનના દરેક સેટ પર ૨૫ ગ્રામ સોનાનો સિક્કો જેવા અન્ય આકર્ષક પુરસ્કારો પણ છે. અન્ય ભેટમાં ૧ કિલો સોનાના ૫ ઈનામો, ૧૦ લાખની કિંમતના જાડાઉ જ્વેલરીના ૫ ઈનામ, ૧૦ લાખની કિંમતની ટેમ્પલ જ્વેલરી ૫ ઈનામો, ૫ લાખની કિંમતના હીરા અને પ્રેશિયસ સ્ટોન જડિત જ્વેલરીના ૧૦ ઈનામ, ૧૦ સોનાના દાગીના ઈનામ, જેમની પ્રત્યેકની કિંમત ૨.૫ લાખ અને ડિવાઈન સોલિટેયર્સ તરફથી હીરા જડિત સોનાના સિક્કાના ૧૦૦ ઈનામો.
શ્રી દિનેશ જૈન, જીજેસી ડિરેક્ટર અને આઈજેએસએફ કન્વિનર તેમણે જણાવ્યું હતું કે 'આઈજેએસએફ' ૨૦૦થી વધુ શહેરોમાં ભાગ લેનારા ૩૦૦૦ રિટેલર્સ દ્વારા રૃા. ૧,૨૦,૦૦૦ કરોડનો બિઝનેસ જનરેટ કરવાની અપેક્ષા રાખે છે. આ લગભગ ૩૦-૩૫%ની બિઝનેસ વૃદ્ધિ સૂચવે છે. આ તહેવારથી જ્વેલરી ઉદ્યોગમાં રોજગારીની મોટી તક ઊભી થવાની પણ અપેક્ષા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial