Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ જજોની સંવિધાન પીઠે ૩ વિરૃદ્ધ ૨ થી સંભળાવ્યો ચૂકાદોઃ દૂરગામી અસરો થશે
નવી દિલ્હી તા. ૧૭ઃ સમલૈંગિક લગ્નોને માન્યતાના કેસમાં લાંબી સુનાવણી પછી પાંચ જજોની સીજેઆઈ સહિતની સંવિધાન પીઠે ૩ વિરૃદ્ધ ર થી ચૂકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે, સમલૈંગિક લગ્નોને માન્યતા વિધેયિકા જ આપી શકે, અદાલત નહીં. આ સાથે સુપ્રિમ કોર્ટે સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાનો ઈનકાર કર્યો છે, જ્યારે અરજદારે સંઘર્ષ ચાલુ રાખવાની વાત કરી છે.
સુપ્રિમ કોર્ટે આજે સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજુરીની માંગ કરતી અરજી પર પોતાનો ચૂકાદો ૩ વિરૃદ્ધ ર ની બહુમતીથી આપ્યો છે. સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે ૧૦ દિવસની સુનાવણી પછી ૧૧ મે ના પોતાનો ચૂકાદો અનામત રાખ્યો હતો. આ સાથે જ આજે અરજદારએ કહ્યું હતું કે અમારો સંઘર્ષ ચાલુ રહેશે.
સમલૈંગિક લગ્નોની કાયદેસરની માન્યતા આપવાની અરજી પર સુપ્રિમ કોર્ટે કાયદો બનાવવાને લઈને સ્પષ્ટ કહ્યું છે કે, આ અમારા અધિકારમાં નથી. કોર્ટે કહ્યું કે આ મુદ્દે ચાર ચૂકાદાઓ આવેલા છે. કેટલાક ચૂકાદાઓ તેની સહમતીમાં આપવામાં આવેલ છે તો કેટલાક તેના વિરોધમાં આપવામાં આવેલા છે. સીજેઆઈ એ કહ્યું કે કોર્ટ કાયદો નથી બનાવી શકતી, પરંતુ કાયદાની વ્યાખ્યા કરી શકે છે.
સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો સુપ્રિમ કોર્ટે ઈનકાર કર્યો છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પ ન્યાયાધીશોની બેન્ચે ૧૧ મે ના આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આ મુદ્દે ૧૮ ગે કપલ્સ તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. સમલૈંગિક લગ્નને માન્યતાને લઈને સુપ્રિમ કોર્ટે ઈનકાર કરી દીધો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, કોર્ટ કાયદો ન બનાવી શકે કોર્ટ કાયદાની વ્યાખ્યા કરી શકે. સુપ્રિમ કોર્ટના ૩ જજ તરફેણમાં હતાં, જ્યારે ર જજ વિરોધમાં હતાં.
ચૂકાદા પહેલા સીજેઆઈએ પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું હતું કે કોર્ટ કાયદ ન બનાવી શકે કોર્ટ કાયદાની વ્યાખ્યા કરી શકે. સજાતીયતા માત્ર શહેરી કન્સેપ્ટ નથી, વિવાહનું સ્વરૃપ બદલાયું છે. સરકાર આ મુદ્દે કમિટી બનાવે. આ લોકોને અધિકાર આપવા જોઈએ. લોકોને સાથી પસંદ કરવાનો અધિકાર છે. માન્યતા ન આપવી પરોક્ષ રીતે સ્વતંત્રતાનાું ઉલ્લંઘન છે. ટ્રાંસજેન્ડર લગ્ન કરે તો એસએમએ હેઠળ લગ્ન રજિસ્ટર થઈ શકે છે. સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજિસ્ટર કરી શકે છે. નિર્દોષોનો ઈરાદો નવી સામાજિક સંસ્થા બનાવવાનો નથી. તે પછી સીજેઆઈ સહિત પાંચ જજોની બંધારણીય બન્ચે ૩ વિરૃદ્ધ ર ની બુહમતીથી આ ચૂકાદો આપ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વના એવા ૩૪ દેશો છે જેને સજાતીય લગ્નને મંજુરી આપી છે. જેમાં ૧૦ દેશોમાં આ નિર્ણય કોર્ટ દ્વારા લેવામાં આવ્યો હતો. જ્યારે ર૩ દેશો એવા છે કે જેમાં કાયદાકીય રીતે સજાતીય લગ્નને લઈને માન્યતા પ્રાપ્ત થઈ છે.
બીજી તરફ વિશ્વમાં એવા ૬૪ દેશો છે. જ્યાં સજાતીય લગ્ન માન્ય નથી. આવા દેશોમાં સજાતીય લગ્નને અપરાધ માનવામાં આવે છે અને સજાના ભાગરૃપે મૃત્યુદંડ આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. જેમ કે મલેશિયામાં સમલૈંગિક લગ્ન માન્ય નથી. એક રિપોર્ટ અનુસાર જાપાન સહિત ૭ મોટી અર્થ વ્યવસ્થા ધરાવતા દેશો છે જેઓ સમલૈંગિક લગ્નને કાયદેસરની મંજુરી આપતા નથી.
વિશ્વના ૩૪ દેશો જ્યાં સમલૈંગિંક લગ્નને માન્યતા આપવામાં આવી છે. તેમાં કયૂબા, એન્ડોરા, સ્લોવેનિયા, ચિલી, સ્વિટ્ઝલેન્ડ, કોસ્ટા, રિકા, ઓસ્ટ્રિયા, ઓસ્ટ્રેલિયા, તાઈવાન, એકવાડોર, બેલ્જિયમ, બ્રિટન, ડેનમાર્ક, કિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આઈસલેન્ડ, આયર્લેન્ડનો સમાવેશ થાય છે. લકઝમબર્ગ, માલ્ટા, નોર્વે, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, યુનાઈટેડ સ્ટેટ્સ, કોલંબિયા, બ્રાઝિલ, આર્જેન્ટિના, કેનેડા, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઉરૃગ્વેનો પણ સમાવેશ થાય છે. આ દેશોમાં વિશ્વની ૧૭ ટકા વસ્તી રહે છે. જ્યારે એન્ડોરાસ કયૂબા અને સ્લોવેનિયામાં ગત વર્ષે જ કાયદેસર ગણાવ્યું છે. ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ, ઓસ્ટ્રિયા, બ્રાઝિલ, કોલંબિયા, કોસ્ટા, રિકા, એકવાડોર, મેક્સિકો, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, તાઈવાન, અમેરિકાના નામ પણ સામેલ છે.
પાકિસ્તાન, અફઘાનિસ્તાન, યુએઈ, કતર, મોરિટાનિયા, ઈરાન, સોમલિયા અને ઉત્તરી નાઈજીરિયાના કેટલાક ભાગોમાં સમર્લેંગિક લગ્નને લઈને સખત વલણ અપનાવાવમાં આવે છે. આ માટે અદાલતોમાં મૃત્યુદંડ સુધીની પણ જોગવાઈ છે. આફ્રિકન દેશ યુગાન્ડામાં સમલૈંગિકતામાં દોષી સાબિત થવા પર આજીવન કેદ અને મૃત્યુદંડની સજાની જોગવાઈ છે. અન્ય ૩૦ આફ્રિકન દેશોમાં પણ સમલૈંગિક સંબંધો પર પ્રતિબંધ છે. ૭૧ દેશો એવા છે. જ્યાં જેલની જોગવાઈ છે. હવે ભારતમાં પણ કાનૂની માન્યતા નહીં મળતા હવે આ મુદ્દો સરકારના કાર્યક્ષેત્ર પર છોડી દેવાયો હોય તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial