Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના સનાળા ગામમાં ચેકીંગ માટે ગયેલી વીજ ટૂકડી પર ચાર શખ્સનો હલ્લો

નાયબ ઈજનેરને માર મારી ઠપકારાઈ ધમકીઃ

જામનગર તા. ૧૭ઃ કાલાવડના સનાળા ગામમાં ગઈકાલે વીજ ચેકીંગ માટે ગયેલી વીજ અધિકારી-કર્મચારીની ટૂકડી પર ચાર શખ્સે ઢીકાપાટુ, ફડાકાથી હુમલો કરી માર માર્યાે હતો અને હવે ચેકીંગમાં આવશો તો પતાવી દઈશું તેવી ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે. નાયબ ઈજનેરને માર પડતા તેમના એસોસિએશન દ્વારા આવેદન આપવાની તજવીજ કરાઈ રહી છે.

જામનગર ૫ીજીવીસીએલ વર્તુળ કચેરીની ટૂકડી દ્વારા ગઈકાલે ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત કાલાવડના પીપળીયા ગામમાં  વીજ ફીડરમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં અગિયાર વીજ અધિકારી-કર્મચારીઓ સાથે ચાર પોલીસકર્મી, ત્રણ એસઆરપીના જવાનો પણ જોડાયા હતા.

ચેકીંગ દરમિયાન ધીરૃભાઈ જેરામભાઈ વિરાણીના મકાનમાં પણ ચકાસણી કરાતા ત્યાં વીજ ચોરી થતી હોવાનું જણાઈ આવતા મીટર કબજે કરાયું હતું. આ વેળાએ ધીરૃભાઈ તથા સનાળા ગામના સરપંચ જયદેવસિંહ બનેસંગ જાડેજા, જયુભા પ્રવીણસિંહ જાડેજા, રાજેશ ચનાભાઈ ગધેથરીયા નામના વ્યક્તિઓ એકત્ર થઈ ગયા હતા.

આ શખ્સોએ વીજ કર્મચારીઓ સાથે બોલાચાલી શરૃ કર્યા પછી ગાળો ભાંડી ઢીકાપાટુ તથા ફડાકાવાળી કરી હતી. આ હુમલામાં વાંકાનેરની પીજીવીસીએલ કચેરીમાં નાયબ ઈજનેરની ફરજ બજાવતા હરેશ દામજીભાઈ ખાંડેકાને માર પડ્યો હતો. ઉપરોક્ત શખ્સોએ અમારા ગામમાં વીજ ચેકીંગ માટે આવતો નહીં, પતાવી દઈશું તેવી ધમકી આપતા કાલાવડ પોલીસ મથકમાં હરેશભાઈએ ફરિયાદ નોંેંધાવી છે. પોલીસે ફરજ રૃકાવટ સહિતની કલમો હેઠળ ચારેય શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે.

વીજ ચેકીંગમાં વીજ અધિકારી પર હુમલો થયાના આ બનાવના ઘેરા પડઘા પડ્યા છે. ગુજરાત એન્જિ. એસો. દ્વારા આવેદન આપવાની તજવીજ કરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્ત અધિકારીને સારવારમાં ખસેડાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh