Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હુમલામાં ત્રણ વ્યક્તિને થઈ ઈજાઃ
જામનગર તા. ૧૭ઃ ખંભાળિયા તાલુકાના વાડીનારમાં ભેંસ ચરાવવાની બાબતે રવિવારે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં ત્રણ વ્યક્તિ ઘવાયા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદ પરથી કુલ સાત સામે ગુન્હો નોંધ્યો છે.
જામખંભાળિયા તાલુકાના વાડીનાર નજીકના નાના આંબલા ગામમાં રહેતા હારૃન હાજીભાઈ સંઘારના ખેતર પાસે રવિવારે તારમામદ ઈશા ગજણ પોતાની ભેંસો ચરાવવા જતાં હારૃને ત્યાં ભેંસ ચરાવવાની ના પાડી હતી. તે પછી તારમામદ તેમજ સાજીદ હુસેન ભટ્ટી, ઈસ્માઈલ હુસેન ભટ્ટીએ લાકડી, દાંતરડુ ધારણ કરી હુમલો કર્યાે હતો. જેમાં હારૃન તેમજ પિતા હાજીભાઈ અને અબ્બાસને ઈજા થઈ હતી. હારૃને વાડીનાર પોલીસ મથકમાં ફરિયાદ કરી છે.
તે ફરિયાદની સામે તારમામદ ઈશા ગજણે વળતી ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, રવિવારે ધવલ શાહ નામના આસામીના ખેતર પાસે ભેંસ ચરાવતો હતો ત્યારે ત્યાં ધસી આવેલા હારૃન હાજી, અબ્બાસ મામદ, ફારૃક હાજી, હાજી ઈશા સંઘારે અહીં ભેંસ ચરાવતો નહીં, આ જમીન અમારી છે તેમ કહી ગાળો ભાંડી હતી. તે પછી ધારીયા, ખપારી, રાંપ, લાકડીથી ચારેય શખ્સે હુમલો કરી તારમામદને માર માર્યાે હતો. પોલીસે બંને ફરિયાદ પરથી સાત શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial