Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈઓસીના સભ્ય તરીકે ખુશી વ્યક્ત કરીઃ
મુંબઈ તા. ૧૭ઃ આઈ.ઓ.સી.ના સભ્ય નીતા એમ. અંબાણીએ જણાવ્યું છે કે, લોસ એન્જલસ ર૦ર૮ ઓલિમ્પિક્સ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ આવકારદાયક છે અને તેનામાં વિશ્વના નવા ભૌગોલિક વિસ્તારોમાં ઓલિમ્પિક અભિયાન માટે અઢળક નવી તકો અને નવી રૃચિ આકર્ષિત કરવાની ક્ષમતા રહેલી છે.
મુંબઈમાં ચાલી રહેલા ૧૪૧ મા આઈ.ઓ.સી. સત્ર દરમિયાન ક્રિકેટનો ઓલિમ્પિક રમતોમાં સત્તાવાર રીતે સમાવેશ કરાયા પછી નીતા એમ. અંબાણીએ કહ્યું કે, 'આઈ.ઓ.સી.ના સભ્ય, એક ગૌરવશાળી ભારતીય અને પ્રખર ક્રિકેટ ચાહક તરીકે મને એ વાતનો આનંદ છે કે, આઈ.ઓ.સી. સભ્યોએ એલ.એ. સમર ઓલિમ્પિક્સ ર૦ર૩૮ માં ક્રિકેટનો ઓલિમ્પિક રમત તરીકે સમાવેશ કરવા માટે વોટ આપયો છે.'
ક્રિકેટ અગાઉ ફક્ત એક જ પ્રસંગે છેક વર્ષ ૧૯૦૦ ની ઓલિમ્પિક્સમાં જોવા મળી છે જ્યારે ફક્ત બે ટીમે ભાગ લીધો હતો. 'ક્રિકેટ વૈશ્વિક સ્તરે સૌથી વધુ લોકપ્રિય રમતોમાંની એક અને વિશ્વમાં બીજી સૌથી વધુ જોવાતી રમત છે. ૧.૪ અબજ ભારતીયો માટે ક્રિકેટ એ માત્ર રમત નથી, તે એક ધર્મ છે!' ાતેમ જણાવી નીતા એમ અંબાણીએ ઉમેર્યું હતું આઈ.ઓ.સી.ના ઈતિહાસમાં આ ફક્ત બીજી વખત તેનું સત્ર ભારતમાં યોજાઈ રહ્યું છે. આ પહેલા તે ૪૦ વર્ષ અગાઉ ભારતમાં યોજાયું હતું. ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ કરવાનો ઐતિહાસિક નિર્ણય આ રમતના હાર્દસમા ગણાતા ભારતમાં લેવાયો છે. 'આપણા દેશમાં મુંબઈમાં બરાબર અહીં આઈઓસીના એકસો એકતાળીસમા સત્રમાં આ ઐતિહાસિક ઠરાવ પસાર કરાયો તેનો મને ખૂબ આનંદ છે.'
નીતા એમ. અંબાણીએ એવી આશા વ્યક્ત કરી હતી કે, આ જાહેરાત સાથે વિશ્વભરમાં આ રમતની અપીલમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે. 'ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ નવા ભૌગોલિક વિસ્તારોમાં ઓલિમ્પિક અભિયાનના ઊંડા જોડાણની રચના કરશે, અને તેની સાથે સાથે ક્રિકેટની વધતી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતાને પણ પ્રેરકબળ પૂરૃં પાડશે.'
આઈ.ઓ.સી. સભ્ય બનનારા પ્રથમ ભારતીય મહિલા નીતા એમ. અંબાણીએ આને ભારત માટે ખૂબ જ આનંદનો દિવસ ગણાવ્યો હતો. 'હું આ સીમાચિન્હરૃપ નિર્ણયના સમર્થન બદલ આઈ.ઓ.સી. અને એલ.એ. ઓર્ગેનાઈઝિંગ કમિટીનો આભાર માની તેમને અભિનંદન પાઠવું છું. આ ખરેખર વિશેષ આનંદ અને ઉલ્લાસનો દિવસ છે.' તેમ તેમણે કહ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial