Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માતાજી તળાવમાં પ્રગટ થયા અને સ્થાપિત થયા હોવાની માન્યતાઃ
જામનગર તા. ૧૭ઃ જામનગર નજીક શ્રી ખંભલાવ માતાજી મંદિર હડિયાણામાં હવનાષ્ટમીના તા. રર ઓક્ટોબર ર૩, રવિવારના શારદીય નવરાત્રિ આઠમના પ્રથમ વખત ખંભલાવ માઁ ના પ્રાંગણમાં ૪૧ કૂંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનિય છે કે, મા ખંભલાવનું અસલ સ્વરૃપ ચોટીલામાં ડુંગર ઉપર બિરાજમાન મા ભગવતી રાજ રાજેશ્વરી ચામુંડા માતાજી છે પણ ભૂદેવોની પ્રાર્થના અને તપસ્યાના કારણે મા ચામુંડા માતાજી પ્રથમ વખત માંડલમાં તળાવમાં પ્રગટ થયા અને મા એ ભૂદેવની વિનંતીનો સ્વીકાર કરી માંડલ ગામે સ્થાપિત થયા અને ભૂદેવોએ મા ને ખંભે બેસાડી મા ની પ્રાણપ્રતિષ્ઠા કરી જેથી મા ચામુંડા માતાજી મા ખંભલાય કહેવાયા તેમજ હડિયાણામાં માતાજી શ્રી રામજી રાવલની પૂજા આરાધના, તપસ્યા અને સાધનાના પ્રતાપે તેમજ શ્રી રામજી રાવલના ખંભે બેસી અને મા એ હડિયાણામાં પોતાનું નિવાસસ્થા બનાવ્યું જેને આજે પ૦૦ વર્ષ કરતા વધુ સમય થયેલ છે. એવા શ્રી મા ખંભલાવ ના આંગણે ભવ્યાતિભવ્ય ૪૧ કુંડી યજ્ઞનું આયોજન સૌ પ્રથમવાર થઈ રહ્યું છે.
સૌ પ્રથમ ગણેશ પૂજન સાથે સવારે ૭-૩૦ કલાકે યજ્ઞનો આરંભ થશે તેમજ સવારે ૧૧-૩૦ કલાકે મા ના મહાપ્રસાદનું આયોજન થયેલ છે. ત્યારપછી બપોરના ૩-૩૦ કલાકે બીડું હોમાશે. પ્રખર વિદ્વાન શાસ્ત્રીજી કમલપ્રસાદ જાની તેમજ ભૂદેવની ટીમ હાજર રહેશે. આ સમગ્ર ધર્મકાર્યનું સંચાલન એન્કરીંગ બીસીસીઆઈના વીડિયો એનાલિસ્ટ હરેશભાઈ રાવલ કરશે. સમગ્ર યજ્ઞોત્સવને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી કુ. ઈલાબેન પી. રાવલ, પંકજભાઈ પી. રાવલ, જતિનભાઈ એ. રાવલ, વિપુલ વી. વ્યાસ તેમજ પંકજભાઈ વ્યાસ જહેમત ઊઠાવી રહ્યા છે. આ પ્રસંગે સમગ્ર માંડલિયા પરિવાર ઉપસ્થિત રહેશે, તેમ પ્રમુખ નૈનેશ શંકરલાલ રાવલે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial