Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રીપેરીંગની મંજુરી લઈને
ખંભાળીયા તા. ૧૭ઃ ખંભાળીયા પાલિકાની ભાડા પટ્ટાની દુકાનને તોડીને નવેસરથી બાંધકામ કરાતા વિવાદ ઉભા થતા સમગ્ર વિવાદો મામલો ચીફ ઓફિસર સુધી પહોંચ્યો છે.
ખંભાળીયા તાલુકાની વર્તમાન બોડીને આવ્યે હજુ મહીનો પુરો થયો નથી ત્યાં વિવાદો બહાર આવવા માંડ્યા છે. તાજેતરમાં એક જાગૃત અગ્રણી દ્વારા ખંભાળીયા પાલિકાના સફાઈ કામદારો શહેરને બદલે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ અગ્રણીના ખાનગી કાર્યક્રમમાં ગયાની ફરિયાદ કરાઈ હતી જે ચર્ચાપાત્ર બની છે. ત્યારે ગઈકાલે ખંભાળીયાની ભાડાપટ્ટાની દુકાનમાં નવું બાંધકામ દુકાન તોડીને પાયાથી શરૃ કરતા ભારે ચર્ચા જાગી હતી તથા આ મામલો પાલિકા ચીફ ઓફિસર સુધી પહોંચ્યો હતો તો કેટલાક જાગૃત પત્રકારો દ્વારા તેનું શુટીંગ પણ કરી લેવાયું હતું.
જાણવા મળતી વિગત પ્રમાણે આ ભાડાપટ્ટાની જગ્યા જે આસામીની હતી તેણે રીપેરીંગ માટે ચીફ ઓફિસર વાઘેલાના સમયમાં મંજુરી લીધી હતી તેના બદલે હાલના આસામી દ્વારા દુકાનને તોડીને પાયાથી નવી બનાવાઈ રહી છે!!
નવાઈની વાત છે કે ખંભાળીયા શહેરમાં 'મીલી ભગત' કે અન્ય ઉપાયે કરોડોની મિલકતો મામુલી રૃપિયાના ભાડાપટ્ટે અપાયેલી છે જેમાં દુકાનો-મકાનો-હોલોને મીલો, ફેકટરીઓ બનેલી છે જ્યારે ખરેખર ભાડાપટ્ટામાં કાયમી બાંધકામની જ મનાઈ છે !! ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ દ્વારા આ બાબતે અધિકારીને મોકલીને તપાસ હાથ ધરીને રિર્પોટીીંગ તૈયાર કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial