Advertisement
Author: નોબત સમાચાર

રાત્રે પોલીસને ખોટી વિગત આપનાર અસ્થિર મગજના શખ્સની અટકાયત

દોડધામ પછી 'સબ સલામત' નીકળતા શખ્સને ઉપાડાયોઃ

જામનગર તા. ૨૪ઃ જામનગરના ન્યુ સ્કૂલ વિસ્તારમાં ગઈરાત્રે પોલીસની અચાનક જ દોડધામ જોવા મળી હતી. અસ્થિર મગજના એક શખ્સે ખોટી માહિતી આપતો ફોન પોલીસને કર્યા પછી સતર્કતા દાખવી પોલીસે તે વિસ્તારમાં ધસી જઈ જરૃરી ચેકીંગ કર્યા પછી ટિખળ કરનાર આ શખ્સને રાત્રે જ ઉપાડી લીધો હતો. પોલીસ સ્ટેશન ખસેડી તેની વિશિષ્ટ ઢબે પૂછપરછ કરાઈ હતી.

જામનગરના શેઠ ભગવાન દાસ રોડ-ન્યુ સ્કૂલ પાસેના માર્ગ પર ગઈરાત્રે બારેક વાગ્યે પોલીસના કેટલાક વાહનો ધસી આવ્યા હતા. તેમાંથી ફટાફટ ઉતરેલા પોલીસ કર્મચારીઓએ પરિસ્થિતિનો તાગ મેળવવાની અને પોલીસ કંટ્રોલ દ્વારા આપવામાં આવેલી સુચના મુજબની તપાસ આરંભી હતી.

થોડી મિનિટોની અફડાતફડી પછી અસ્થિર મગજનો લાગતો એક શખ્સ પોલીસને મળી આવ્યો હતો. તેને અટકાયતમાં લઈ પોલીસ મથકે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં રહેતા નાગરિકો પોલીસની દોડાદોડીથી ચિંતામાં મુકાયા હતા. તે પછી પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં હોવાનું પોલીસ સૂત્રોએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. વધુમાં ખૂલ્યા મુજબ અસ્થિર મગજના એક શખ્સે પોલીસ કંટ્રોલરૃમને ખોટી માહિતી આપતો ફોન કર્યાે હતો. તેના પગલે પોલીસ કંટ્રોલ રૃમે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનને  તેમજ એસઓજીને જાણ કરી હતી.

ત્યારપછી દોડેલા પોલીસ કાફલાએ જે વિગત પોલીસ કંટ્રોલ રૃમને ફોન મારફતે આપવામાં આવી હતી. તે બાબતની તપાસ કરતા તેવું કંઈ જ નીકળ્યું ન હતું પરંતુ અસ્થિર મગજના શખ્સે પોલીસને આવી રીતે દોડાદોડી કરાવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આ શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh