Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પેરોલ ફર્લો સ્કવોડે કરી અટકાયતઃ
જામનગર તા. ૨૪ઃ રાજકોટમાંથી એક યુવતીનું અપહરણ કરી છેલ્લા છ મહિનાથી નાસતો ફરતો એક શખ્સ જામજોધપુરના બાવરી દળ ગામમાં આવ્યો હોવાની બાતમી પરથી દોડી ગયેલી પેરોલ ફર્લો સ્કવોડે આ શખ્સ તથા યુવતીને અટકાયતમાં લઈ રાજકોટ પોલીસને તેની જાણકારી આપી છે.
જામજોધપુર તાલુકાના બાવરીદળ ગામમાં એક શખ્સ રહેવા આવ્યો હોવાની અને આ શખ્સ સાથે એક યુવતી પણ હોવાની બાતમી પરથી ગઈકાલે જામનગરની પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ પીએસઆઈ એલ.જે. મિયાત્રાના વડપણ હેઠળ બાવરીદળ ગામમાં ધસી ગયો હતો.
ત્યાંથી રાજકોટના મવડીમાં રહેતો મિલન વિઠ્ઠલભાઈ નારીયા (ઉ.વ.ર૪) નામનો શખ્સ એક યુવતી સાથે મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરાતા આ શખ્સ છએક મહિનાથી એક યુવતીને નસાડીને નાસતો ફરતો હોવાનું બહાર આવ્યું છે. આ શખ્સ સામે રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુન્હો નોંધાયેલો છે. તે શખ્સની અટકાયત કરી આજી ડેમ પોલીસને જાણ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial