Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સંકલન સમિતિની બેઠકઃ કામગીરી અંગે ચર્ચા

જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં

જામનગર તા. ૨૪ઃ જિલ્લા શિક્ષણાધિકારી બી.એન. વિડજાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સંકલન સમિતિની બેઠકનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જામનગરમાં કરવામાં આવ્યું હતું. જેમાં કેરિયર કોર્નર, વોકેશનલ કોર્સ વિષે શાળાના વિદ્યાર્થીઓને અવગત કરાવવા, સંરક્ષણ દળ અને સરકારી ભરતીની તૈયારીઓ વિશે શાળાઓના બાળકોને સેમિનાર દ્વારા માર્ગદર્શન આપવું, ડિસેમ્બર ર૦ર૩ અંતિત ત્રિમાસિક ગાળા દરમિયાન મદદનીશ નિયામકની કચેરી, જામનગરના વ્યવસાયિક માર્ગદર્શન વિભાગ દ્વારા કરાયેલ કામગીરી વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં આચાર્ય સરકારી પોલિટેકનીક જામનગર, આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર, શિક્ષણ નિરીક્ષક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જામનગર, મદદનીશ શિક્ષણ નિરીક્ષક, તમામ સંયોજક જામનગર ગ્રામ્ય તથા  જામનગર શહેરના માધ્યમિક શાળા આચાર્ય સંઘના પ્રમુખો વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh