Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ર૪ઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ભારે વિરોધ વચ્ચે રાજ્યની સરકારી તથા ગ્રાંટેડ પ્રાથમિક, માધ્યમિક તથા ઉ.મા. શાળાઓમાં કાયમી શિક્ષકોની નિમણૂકો કરવાના બદલે જ્ઞાનસહાયકના રૃપકડા નામથી ૧૧-૧૧ માસમાં ફીકસ પગારથી બીન કાયમી બદલતા રહેતા શિક્ષકોની યોજના જાહેર કરીને નિમણૂંક કરી છે પરંતુ જ્ઞાનસહાયકોમાં પગાર ઓછો હોય તથા ૧૧ માસની હંગામી નોકર હોય ઉમેદવારોને આવડા પગારમાં અપડાઉન કરવાનું કે રહેવાનું પોસાય તેમ ના હોય, પોતાના ઘર કે વતનની નજીકનું ગામ વિસ્તાર શોધતા હોય ના મળે તો બીજા રાઉન્ડની રાહ જોતા હોય અનેક શાળાઓમાં જ્ઞાન સહાયકો હાજર ના થતાં મુશ્કેલીમાં છાત્રો મુકાયા છે. તો કેટલાક ઠેકાણે પ૦-૬૦ ટકા સ્ટાફ કયાંક ૭૦-૮૦ ટકા સ્ટાફ જ્ઞાન સહાયકનો હોય તે હાજર ના થતાં તથા પ્રવાસી શિક્ષક જે ગમે ત્યારે મળી જાય તે યોજના બંધ થતાં ગ્રામ્ય પંથકની શાળામાં શિક્ષકો વગર ખૂબ જ વિકટ સ્થિતિ સર્જાય છે.
દ્વારકા જિલ્લા આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ હિતેન્દ્રભાઈ આચાર્ય તથા અગ્રણી આચાર્યો જગમાલભાઈ ભેટારીયા, કે.ડી. ગોકાણી, દિનેશભાઈ જોશી, બી.પી. સોનગરા, ઈલેશભાઈ નકુમ વિગેરે દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને વિસ્તૃત રજુઆત કરી પ્રશ્ન ઉકેલવા માંગ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial