Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે ૧૦૦મી જન્મ જ્યંંતીના પ્રસંગે
નવી દિલ્હી તા. ર૪ઃ આજે ૧૦૦મી જન્મજ્યંતીના ઉપલક્ષ્યમાં કર્પૂરી ઠાકુરને ભારતરત્નનો મરણોપરાંત એવોર્ડ આપવાની જાહેરાત ભારત સરકારે કરી છે.
ભારત સરકારે બિહારના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કર્પૂરી ઠાકુરની આજે ર૪ જાન્યુઆરીએ ૧૦૦મી જન્મજ્યંતી પર મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. તેઓ બિહારના પ્રથમ બિનકોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યાં હતાં. કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ ઘણાં સમયથી ઉઠી રહી હતી.
કર્પૂરી ઠાકુરનો જન્મ સમસ્તીપુર જિલ્લાના પિતૌજિયા ગામમાં થયો હતો. ૧૯૪૦ માં પટણાથી મેટ્રિક પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ સ્વતંત્રતા આંદોલનમાં કુદી પડ્યા હતાં. તેમણે આચાર્ય નરેન્દ્ર દેવ સાથે ચાલવાનું પસંદ કર્યુ હતું. ત્યારપછી તેમણે સમાજવાદનો રસ્તો પસંદ કર્યો અને ૧૯૪ર માં ગાંધીના અસહયોગ આંદોલનમાં ભાગ લીધો હતો. જેના કારણે તેમણે જેલમાં પણ જવું પડ્યું હતું.
વર્ષ-૧૯૪પ માં જેલમાંથી બહાર આવ્યા બાદ કર્પૂરી ઠાકુર સમાજવાદી આંદોલનના ચહેરા બની ગયા હતાં. તેમનો ઉદ્દેશ્ય અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થવા ઉપરાંત દલિતો, પછાત અને વંચિતોને પણ સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપવા સમાજની અંદરના જાતીય તેમજ સામાજિક ભેદભાવને દૂર કરવાનો હતો.
ભારત રત્ન દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. જેમણે કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા અને રમતગમતના ક્ષેત્રોમાં નોંધપાત્ર અને અસાધારણ યોગદાન દ્વારા રાષ્ટ્રની સેવા કરી હોય તેવા મહાન વ્યક્તિત્વને આ સન્માન આપવામાં આવે છે. જો કે, બાદમાં રમત-ગમત ક્ષેત્રમાં પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરનારને ભારત રત્ન આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.
ભારત રત્ન આપવાની શરૃઆત ૧૯પ૪ માં ડો. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ એવોર્ડથી ભારતીયો ઉપરાંત બે વિદેશી નાગરિકોને પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને સૌથી પહેલા આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ આ જ વર્ષમાં ડો. ચંદ્રશેખર વેંકટ રામન, અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીને પણ ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial